ભગવાન કેવા ભક્તોને પોતાના માને છે (નીચે લખેલું છે)

Описание к видео ભગવાન કેવા ભક્તોને પોતાના માને છે (નીચે લખેલું છે)

મને ભજે તે મારો અર્જુન મને ભજે તે મારો
એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

દુર્યોધનના મેવા ત્યાગી વિદુર ની ખાધી ભાજી
શબરીબાઈ ના બોર ખાઈને રામ થયા છે રાજી એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

અર્જુન નો રથ હાંક્યો બોલીએ બંધાણો
બોડાણા નું ગાડું ડાકોરમાં વસનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

શકુબાઈ ના રસોડામાં રસોઈ કરનારો
લાંબી સરખી લાજ કાઢી પાણીનો ભરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

ભોજા ભગત ના નળિયા ચાળી ઉતાર્યા છે ભારો
મોરા કુંભારની માટી ખૂંદી વાસણ નો ઘડનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

સુદામા ના તાંદુલ ખાઈને બદલો હું દેનારો
સુદામા ને ઝોપડી ને કંચન મોલ કરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

નરસિંહ મહેતા ને જેલમાં પુર્યા પુકાર કરે મારો
નરસિંહ મહેતાના કહેને કાજે હાર નો દેનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

નરસિંહ મહેતાની હૂંડી શિકારી રૂપિયા દેનારો
મોટુ મામેરુ કુવરબાઈ નું હું જ મોર નારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

મીરા ઉપર ક્રોધ કરીને રાણો ઝેર દેનારો
મીરાબાઈ ના ઝેર ને હું અમૃત કરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

ભરી સભામાં લાજ લુટાણી પુકાર કરે મારો
દ્રોપદી ની રક્ષા કાજે ચીર નો પુરનાર એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે નારો

ભક્ત પ્રહલાદને ત્રાસમાંથી મુક્ત હું કરનારો
પ્રહલાદ ને ઉગારવા માટે નરસિંહ રૂપ ધરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો

સત્સંગ મંડળ ભેળ પડે ને પુકાર કરે મારો
શંખ ચક્ર ગદાધારી ને દર્શન હો દેનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
મને ભજે તે મારો અર્જુન મને ભજે તે મારો

Комментарии

Информация по комментариям в разработке