જમુનેશ પિયાજીના નામની

Описание к видео જમુનેશ પિયાજીના નામની

જમુનેશ પિયાજીના નામની, નિરભે નોબત વાજે ||
ઉજાસ પડયો ત્રિલોકમાં, દુરિજન દીલડામાં દાજે ||૧||
હળીમળી મંગળ ગાઈએ, સરજ્યા એહુને કાજે ||
હીરલો આવ્યો છે હાથમાં, ખોશો લોકની લાજે ||૨||
લાજ તજો ગુરૂજન તણી, સુખથી દુઃખ ભાંજે ||
પ્રગટ પ્રમાણ એ આદિ છે, રહ્યો શિર પર ગાજે ||૩||
ઈચ્છાએ કારજ સર્યા, સુખશું આપ બિરાજે ||
સેવક મનજો આનંદીયા, જેને એ વર છાજે ||૪||
વાલો નિજજનનો છે સાહેબો, દીઠે ભય જમ ભાંજે ||
પ્રાપત ભજનાનંદની, વશરામ દાસીને છાજે ||૫||

Комментарии

Информация по комментариям в разработке