રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી || નીચે લખેલું છે || સ્વરઃ નયનાબેન લાડવા|| કષ્ટભંજન કિર્તન

Описание к видео રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી || નીચે લખેલું છે || સ્વરઃ નયનાબેન લાડવા|| કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન __________________
રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી રે લોલ
રામ મારે સાનાના સાતીડે રુપા નાં જોડ્યા બળદીયા રે લોલ
રામ મારે રૂપાની ઓરણી રે કે રામ બીજ વાવવા રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ.......
રામ મારે ખેતર ની વચાળે દયાનો ઊગ્યો ડાભડો રે લોલ
રામ મારા ખેતર નાં પાળા માં માથાળુ ઉગ્યો જીંજવો રે લોલ
રામ મારા મેલ નાં કુંડા માં મમતા નો ઉગ્યો મોગરો રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ.......
રામ મારા કાંધ નાં કેરાં માં કળજુગ નો ઉગયો કણજરો રે લોલ
રામ મારા મારગ ની વચાળે કરમ નો ઊગ્યો કેવડો રે લોલ
ધરતી ઊગી ધરમ ની ધરો કે માથે આવ્યા ફુમકા રે લોલ
ફરતી ઊગી કાંટાળી વાડ કે નીંદા રૂપી બોરડી રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ.....હે
રામ મારૂ ખેતરડુ ભેળાણુ વાલોજી આવી ખીજશે રે લોલ
બેનું ચાલો સત્સંગ ને મારગડે દાતરડું ખરીદવા રે લોલ
પાણી એને હરીભજન નાં પાજો કાકર એના ઝગમગે રે લોલ
ખાતર સત નાં છંટાવો કે પાળા બાંધો પુન્ય નાં રે લોલ
બેનું મારા ખતિલા ખેતરડે કે રામ બીજ પાક્યા રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ........
બેનું ચાલો ખતિલા ખેતરડે રામ બીજ વીણવા રે લોલ
ભાતા તમે હરિ ભજન નાં લેજો કે સેઢે બેસી જમશુ રે લોલ
આથણા હૈયા કેરા લેજો કે વાટ માં શીરાવશુ રે લોલ
રામ મારે સોનાનું સાતીડુ કે રૂપા કેરી ઓરણી રે લોલ

Комментарии

Информация по комментариям в разработке