હારે વાલો કૃષ્ણ કનૈયો બંસી બજૈયો(લખેલું છે)

Описание к видео હારે વાલો કૃષ્ણ કનૈયો બંસી બજૈયો(લખેલું છે)

હારે વાલો કૃષ્ણ કનૈયો બંસી બજૈયો (લખેલું છે) ‪@VrundaSatsangmandal‬ #krishnabhajan #gujarati #satsang


લખેલું કિતૅન

હારે વાલો કૃષ્ણ કનૈયો બંસી બજૈયો ખેલે છે ગોકુળ ગામમાં
હા રે એતો માતા જશોદા નો લાડકો
હારે એને ભાવે છે મહિડા નો વાટકો
હારે એવો બલરામ ભૈયો નંદજી નો છૈયો ખેલે છે ગોકુળ ગામમાં

હારે એનું ગોકુળ આખું બ્રહ્માંડ છે
હારે દયા દેવી એનું કમૅ કાંડ છે
હારે રોમે રોમે રમૈયો સૌથી સવૈયો ખેલે છે ગોકુળ ગામમાં

હારે એની લીલા તે અપરંપાર છે
હારે ભાવે ભજો તો પાસા પોબાર છે
મહા જંગે લડવૈયો ઘાટે ઘડવૈયો ખેલે છે ગોકુળ ગામમાં

હારે એતો દયા તણો ભંડાર છે
હારે એતો સજૅન ને પાલનહાર છે
હારે વાલો રાસ રચૈયો ગોપી સખૈયો ખેલે છે ગોકુળ ગામમાં

હારે વાલો ભકતો નો તારણ હાર છે
હારે મુજ હૈયા તણા એ હાર છે
હારે વાલો પ્રેમ નો દરીયો ભક્તિ થી મળીયો ખેલે છે ગોકુળ ગામમાં
હારે વાલો કૃષ્ણ કનૈયો બંસી બજૈયો ખેલે છે ગોકુળ ગામમાં

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Комментарии

Информация по комментариям в разработке