હિંડોળા કીર્તન લખેલું છે/ કૃષ્ણ ભજન/ hindola kirtan/ Krishna bhajan / New hindora kirtan

Описание к видео હિંડોળા કીર્તન લખેલું છે/ કૃષ્ણ ભજન/ hindola kirtan/ Krishna bhajan / New hindora kirtan

#Hindolakirtan #Krishnabhajan
#Gujaratibhajan#hindolautsav
#ચાલોસત્સંગમાં #Hindolanabhajan
#કૃષ્ણભજન#vasantben #ગુજરાતીભજનકિર્તન
#હિંડોળાદર્શન#હિંડોળાનાગીત#હિંડોળાનાકીર્તન
#હિંડોળાકીર્તન

હિંડોળા કીર્તન લખેલું છે 🙏

કીચુડ કીચુડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

હીંચકે બેસીને વાલો મીઠુ મલકે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

દરજીને તેડાવી મેં તો વાઘા સિવડાવ્યા
વાઘામા નવરંગી હિરલા ટંકાવ્યા

વાઘા પહેરીને વાલો મીઠું મલકે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

કીચૂડ કિચુડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

મણિયારો તેડાવી મેં તો મુગટ બનાવ્યા

મુગટ બનાવી એમાં મોરપીંછ લગાવ્યા

મુગટ પહેરીને વાલો મીઠું મલકે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

કિચુડ કીચૂડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે
ફુલડા વીણીને મેં તો માલા બનાવી

માલા ગુથાવી એમાં મીણલા મુકાવ્યા

માલા પહેરીને વાલો મીઠું મલકે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

કિચુડ કીચૂડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

મહિડા વલોવી મેં તો માખણ બનાવ્યું
માખણ બનાવી એમાં મિસરી મિલાવી

માખણ ખાઈને વાલો મીઠું મલકે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

કિચુડ કીચૂડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

સખીઓ બોલાવી મેં તો હિંડોળો સજાવ્યો
મંડળે આવીને રૂડા કાનને જુલાવ્યો

ઝુલે ઝુલીને કાન મીઠું મલકે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

કિચુડ કિચૂડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

મેં તો મારે આંગણે વૈષ્ણવો તેડાવ્યા

વૈષ્ણવો આવ્યા ને કાન અને જુલાવ્યા

ભક્ત મંડળ ભાવથી આરતી કરે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

કિચૂડ કીચૂડ મારો હિંડોળો હાલે
કાન આવીને મારે હિંડોળે ઝુલે

જય શ્રી કૃષ્ણા કનૈયા
ધન્યવાદ

Комментарии

Информация по комментариям в разработке