મહાકાળી મંદિર, પાવાગઢ ,Pavagadh ,Mahakali Tample, Pavagadh Ropway

Описание к видео મહાકાળી મંદિર, પાવાગઢ ,Pavagadh ,Mahakali Tample, Pavagadh Ropway

પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મહાકાળી મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે. અહીંયા ગામની રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર "યુનેસ્કો" ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.

જોવાલાયક સ્થળો

પાવાગઢ જૈન મંદિર: પાવાગઢ પર્વત પર દુધિયા તળાવની નજીક આ મંદિર આવેલું છે. આશરે ૧૪ થી ૧૫ મી સદી માં બાંધવા માં આવેલ છે.
પતાય રાવલનો મહેલ: માંચી પાસે રાવલ મહેલ આવેલો છે, જે ચાંપાનેર ના હેરિટેજ સ્થાપત્યો માં સ્થાન પામેલ છે .
તેલિયું તળાવ અને દુધિયું તળાવ: પાવાગઢ પર્વત પર ચડતા વચ્ચે આ તળાવો આવેલા છે .
ધાબા ડુંગરી શિવ મંદિર: આ શિવ મંદિર હાલોલથી પાવાગઢ જવાના રસ્તે આવેલ છે. જે મહર્ષિ વિશ્વામિત્રની તપોભૂમિ તરીકે પણ જાણીતી છે.
વિરાસત વન
વડ તળાવ અને કબૂતર ખાન: પાવાગઢની તળેટી માં આવેલા છે.

Комментарии

Информация по комментариям в разработке