Satsang and Interview with Dashrath Bapu

Описание к видео Satsang and Interview with Dashrath Bapu

Satsang and Interview with Dashrath Bapu: https://www.speakbindas.com/interview...

Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: https://goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8

દશરથ બાપુનાં વક્તવ્યમાં તેઓ એકાગ્રતા અને ધ્યાનને અગ્રિમતા આપે છે અને અધ્યાત્મ એટલે પાઠ-પૂજા નહી પરંતુ ચોક્કસ નિયમ આધારિત એક વિજ્ઞાન છે તે વાતને સમર્થન આપે છે તે પણ કેમિસ્ટ્રીનાં શબ્દોનો ઉપયોગ કરીને.
તેઓ વ્યક્તિની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે વિવિધ ડાયમેન્શન્સની વાત કરે છે જેમ કે તેમનાં શબ્દોમાં:
– One Dimension PLACE,
– Two Dimension TIME,
– Three Dimension SPEED,
– Four Dimension CONTROL,
– Five Dimension METAL,
– Six Dimension LIGHT,
– Seven Dimension ધ્વનિ તરંગ,
– Eight Dimension ઇથર,
– RANDOM-ENERGY-FREQUENCY અને VIBRATION.

તેઓ કહેતા હોય છે કે તેઓ પોતે Zero Dimension મા છે.
Consciousnessનાં પણ વિવિધ લેવલની તેઓ વાત કરે છે જેમ કે,
– Simple Consciousness
– Self Consciousness
– Cosmic Consciousness
– Sixth Sense
– Awareness
– Supreme Cosmic Consciousness

તેમનાં વાયરલ થયેલ વિડીયોમાં સૌને આકર્ષિ ગયેલ તે વાત “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ”ની હતી જેમાં તેઓ કહે છે કે Conscious Mindથી ૧૦૦ શાસ્ત્ર, ૧૮ પૂરાણ, ૫૨ ઉપનિષદ, ૧૦૮ સ્મૃતિઓ અને ૪ વેદને વાંચવા અને ગ્રહણ કરવા તે શક્ય નથી. તેનાં માટે તેઓએ યોગ થકી “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” નામનું વર્ઝન પ્રાપ્ત કરેલ છે જેના થકી રાત્રે સુતી વખતે પુસ્તકને તકિયા નિચે રાખી દેવાનું અને સવારે તે Subconscious Mind દ્રારા વંચાઇ ગયું હોય. આ મુદ્દાએ ખાસ્સી એવી ચર્ચા જગાવેલ અને તેમને મળવા ગયેલ લગભગ વ્યક્તિએ આ બાબત વિશે પૃચ્છા કરેલ તેમજ અમુક લોકોએ ચેલેન્જ પણ કરેલ. તેઓ કહે છે કે Conscious Mind એ સ્વર અને વ્યંજનની ભાષા છે અર્થાત કે સાઉન્ડની ભાષા જ્યારે Subconscious Mindની ભાષા visualizationની છે. ક્વોન્ટમ સ્પીડ રીડીંગને તેઓ આજ્ઞા ચક્રની જાગૃતિ સાથે સરખાવે છે.

માઇન્ડની કક્ષાઓ મેથેમેટીકલ છે તેવું તેમનું કહેવું છે જેમ કે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, લેમડા, ઓમેગા વગેરે.

ધ્યાનની પધ્ધતિમાં તેઓ નાસિકાનાં અગ્ર ભાગે ધ્યાન ધરવાનું સુચવે છે જેમાં તેઓ કહે છે કે સાધક જ્યારે અભ્યાસ કરીને અને નિયમ પ્રમાણે શરુઆતમાં એક મિનિટથી શરુ કરી, પછી બે મિનિટ એમ કરતા કરતા જ્યારે 16 મિનિટે પહોંચે અર્થાત કે એકીટસે 16 મિનિટ સુધી નાસિકાનાં અગ્ર ભાગે એકાગ્રતા સાધી શકે તો તેનાં મનનો લય થઇ જાય છે. આ અવસ્થા બાદ સાધકને ધ્યાનમાં જવું હોય તો પણ ઠિક અને ના જવું હોય તો પણ ઠિક એવી સ્થિતીમાં આવી જાય છે. આ અવસ્થાને ઉનમુની અવસ્થા કહેવામાં આવે છે. તેઓ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું પણ ખાસ સુચન કરે છે.

૧૦૮ મણકાની માળા અને ૧૦૮ની વાત આવે ત્યારે દશરથબાપુ કહે છે કે ૧૦૮ એટલે માળાનાં મણકા નહી પરંતુ ૧૦૮ પાર્ટિકલ્સ, જેમાં નીચેના પાર્ટિકલ્સ તેઓ ગણાવે છે:
– ૧ સૂર્ય
– સૂર્યને ફરતા ૯ ગ્રહ
– તેને ફરતી ૧૨ રાશિઓ
– તેને ફરતા ૧૨ આદિત્ય છે
– તેને ફરતા ૧૧ રુદ્ર
– તેને ફરતા ૨૭ નક્ષત્ર
– તેને ફરતી ૨૮ નિહારિકાઓ
– તેને ફરતા ૮ વસુઓ
આમ કુલ ૧૦૮ પાર્ટિકલ્સ, જેને Cosmic Zone કહેવાય.

લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા અને સમર્પણ વિશે દશરથબાપુ કહે છે કે તે ઇમોશનલ સેન્સને ડેવલપ કરે છે અને ઇમોશનલ સેન્સે એટલે કચરાપેટી. પોતાના પરિવાર પુરતા આ ગુણો બરાબર છે બાકી તે કચરાપેટીથી વિશેષ નથી, કેમ કે જો તમે આવી કચરાપેટી રાખશો તો કોઇપણ આવીને તેમાં તેનો કચરો નાખી જશે.
તેમની અન્ય એક સોલિડ સાયન્ટિફિક વાત એટલે Cells(કોષ)નું જૈવિક વિજ્ઞાન જેમાં તેઓ કહે છે કે Cells વચ્ચે એનર્જી ચેનલ આવેલ હોય છે. જો આ એનર્જી ચેનલ ડિસ્ટર્બ થયા વગર અવિરત ચાલુ રહે તો વ્યક્તિનાં શરીરને વૃધ્ધાવસ્થા લાગુ નથી પડતી કેમ કે Cells એ જ અવસ્થામાં રહે છે. તેઓ પોતે ૭૫ વર્ષની વયના છે તેમ છતા તેમની ચામડી લબડતી નથી તેવું તેઓ જણાવે છે. અને જો કોઇ યોગી યોગ દ્રારા Cellsને ક્વોન્ટમમાં ફેરવી નાખે તો પછી શરીરનો ક્યારેય નાશ થઇ શકતો નથી. આવા કેટલાય સિધ્ધો અને યોગીઓ આજની તારીખે ગિરનારમાં વાસ કરે છે જે આ ક્રિયા દ્રારા જ શરીરને ક્વોન્ટમમાં રુપાંતર કરીને સેંકડો વર્ષો સુધી એમ જ રહી શકે છે. અમરત્વનો નિયમ એટલે બીજુ કંઇ નહી પરંતુ Cellsને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન.
પોતે તિબેટ તેમજ ગિરનારમાં રહીને સાધનાઓ કરી છે અને દિવ્યશક્તિઓ પ્રાપ્ત કરી છે તેમજ અમુક દિવ્યશક્તિઓ તેઓ લઇને જ આવેલ તે વાત પણ તેઓ સત્સંગમાં કરતા હોય છે.

આનંદની વ્યાખ્યા તેઓ કરતા કહે છે કે આનંદ એટલે બીજુ કંઇ નહી પરંતુ તમારા બ્રેઇનમાં ચાર રસાયણો Oxytocin, Serotonin, Dopamine અને Melatoninનું વ્યવસ્થિત બેલેન્સ. બીજુ કંઇ નહી.

શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.

દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.

======
લેખન અને સંકલન
દેવાંગ વિભાકર
Founder – www.SpeakBindas.com

Комментарии

Информация по комментариям в разработке