હેં નંદનો લાલો માર મોરલી વાળો.તારી મોરલી ની માયા લાગી રે માધવજી..( હો લાલ લાલ જોગીડા)! લખેલું છે.

Описание к видео હેં નંદનો લાલો માર મોરલી વાળો.તારી મોરલી ની માયા લાગી રે માધવજી..( હો લાલ લાલ જોગીડા)! લખેલું છે.

હેં નંદનો લાલો મારો મોરલી વાળો,
તારી મોરલી ની માયા લાગી રે માધવજી
હેં જનમ્યો તું જેલમાં મહાલયો ગોકુળ માં,
જમનાજીમા ગેડી પાડી રે માધવજી..
હેં વાલો કિધોરે કાય નંદજીનો નેડલો..૨
મટકી ફોડી રે કાન તમે માખણની....
હેં રથ જોડીને કાંય અંકુરજી આવીયા..૨
સોળસો ગોપીયોને મેલ્યું ગોકુળીયુ....

હેં મથુરામાં કંસને માર્યો મોહનજી..૨
સોનાની દ્વારિકા નગરી વસાવી...
હેં રણ મેદાનમાં સારથી રે બનીયા...૨
ગીતાજી પાઠ અર્જુનને કહીયા...
હેં ધન્ય છે દવારીકા નેં ધન્ય છે ઠાકોર..૨
અમને વાલો માંરો દવારીકા ઠાકોર...
.........જય શ્રી કૃષ્ણ 🌹🙏.......

Комментарии

Информация по комментариям в разработке