પરનારી સાથે બાંધે પ્રીતડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Описание к видео પરનારી સાથે બાંધે પ્રીતડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમાં
___________________ કિર્તન _________________
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમાં
અરે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
હારે તારો એળે ન જાય અવતાર આ હીરો આવ્યો હાથમાં
સાખી..... અરે હીરો આવ્યો તારા હાથમાં તે કરી નહીં કિંમત
કોઈ સંતોના શરણમાં નમ્યો નહીં રે
એ હારે પછી કોણ કરાવે હીરાની ઓળખાણ આ હીરો આવ્યો હાથમાં
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમાં
હારે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
હારે તારો એળે નો જાય અવતાર આ હીરો આવ્યો હાથમાં
સાખી..... અરે બાળપણમાં એવી બુદ્ધિ નહોતી ને
જુવાનીમાં થયો બહુ ચતુર પછી ડાપણમાં દિવસો વીતી ગયા રે
હારે પછી પાછળથી પસ્તાવો થાય આ હીરો આવ્યો હાથમા
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમાં
હારે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
હારે તારો એળે ન જાય અવતાર આ હિરો આવ્યો હાથમાં
સાખી.... અરે પારકા પડે નિંદા કરે અને તારા ઘરના પડામાં જામ્યું ઘાસ એમાં ઝાડાને ઝાખરા જામી ગયા રે
હારે તે તો નથી હાક્યાં હરિ નામના હળ આ હીરો આવ્યો હાથમાં
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમાં
હારે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
હારે તારો એળે નો જાય અવતાર આ હીરો આવ્યો હાથમાં
સાખી..... અરે પારકા ભાઈ પોતાના કરે અને સગા નુ કરે બહુ અપમાન અને પરનારી સાથે બાંધે પ્રીતડી રે
હરે એમાં ક્યાંથી રીઝે મારો રામ આ હીરો આવ્યો હાથમાં
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હિરો આવ્યો હાથમાં
હારે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
સારે તારો એળે ન જાય અવતાર આ હિરો આવ્યો હાથમાં
સાખી...અરે સત્યમાં સમજ્યો નહીં ને ખોટામાં થયો બહુ હેરાન
હોય સદગુરુના ચરણમાં ગયો નહીં રે
હારે એમાં ક્યાંથી હોય ગુરુજીના જ્ઞાન આ હીરો આવ્યો હાથમાં
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હિરો આવ્યો હાથમાં
હારે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
હારે તારો એળે ન જાય અવતાર આહિરો આવ્યો હાથમાં
સાખી.... અરે સંતોની સેવા થકી આ કાયા નિર્બળ બની અને થઈ જાય કાયાનુ કલ્યાણ પણ જો જાય સદગુરુના ચરણમાં રે
હારે એના સેવકો ગુણલા ગાયા હીરો આવ્યો હાથમાં
હારે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમાં
હારે તું તો કરી લે આ હીરાની કિંમત આ હીરો આવ્યો હાથમાં
હારે તારો એળે નો જાય અવતાર આહિરો આવ્યો હાથમાં

Комментарии

Информация по комментариям в разработке