ધના ભગતનો ગાયેલ ચાકડો .....ll કિર્તન નીચે લખેલ છે..ll જયશ્રીબેન બાળધા ll

Описание к видео ધના ભગતનો ગાયેલ ચાકડો .....ll કિર્તન નીચે લખેલ છે..ll જયશ્રીબેન બાળધા ll

એ એવા ધના ભગત નો ગાયેલ ચાકડો
ચાકડે ગાયે ગાય મહાસુખ થાય રે દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હારે એ ઊંડી રે ઊંડી રે માટી ખોદ છે
ઝીણી ચારણી તું ચાલજે જે
નાના મોટા કાકરા કાઢી નાખજે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હા રે એવા ધીમે ધીમે રે માટી ખુંદ જે
માટી જામી જાય રે દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હારે વાત ધીમે ધીમે રે માટી પિંડલા
હળવે અને ચાકડે ચડાવજે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
ઘળજે ઘડાને ઘડજે માટલ
ઘાળજે નવા નવા ઘાટ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
ઘડીએ કુંડાને કરજે ઘળજે કોડીયા
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હા રે એવા ધીમેરે ધીમેરે ટપલે ટીપ જે
ધડજે વાર નવા નવા ઘાટ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હારે સદાય ખંભાળિયા ખીલો ખોદ જે રે
જોજે એમાં કચાસ રહી નહીં જાય રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
આ રેવા પાકા હશે તો ધંધો ચાલશે
ચડશે તને રંગ
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હારે એવી દયા ધર્મને માટે હાટડી
હારે એવા સદા સંતો આવે ઓરવા
મળશે તને શામળા જેવા સંત રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
હા રે એવા રામ નામના ટકોરા તું પાડજે
ચડશે તને એવો રંગ
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો ચાકડો
એ એવા ધના ભગત નો
ગાયેલ ચાકડો

Комментарии

Информация по комментариям в разработке