Chehar Bavni | Ruchita Prajapati | Lyrical | ચેહર બાવની |

Описание к видео Chehar Bavni | Ruchita Prajapati | Lyrical | ચેહર બાવની |

‪@meshwalyrical‬
Presenting : Chehar Bavni | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |

#cheharmaa #bavani #lyrical

Album : Chehar Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Jitu Prajapati
Genre : Gujarati Devotional Bavani
Deity : Chehar Maa
Temple : Martoli
Festival : Navratri
Label : Meshwa Electronics

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..જય હો ચેહર દિનદયાળી કરજો સૌની રખવાળી
વરખડી હેઠે તું રે બિરાજી મરતોલી ની માવલડી

હે..રંક ને તું માઁ રાય બનાવે આશા પૂરણ કરનારી
માંગ્યા વરદાન તું રે દેતી પરદે વાતુ કરનારી

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..વાંઝીયા ને તું બાળ દેતી ખાલી ખોળો ભરનારી
પાંગળાને તું પર્વત ચડાવે એવી માઁ તું બિરદાળી

હે..ચુવાળ ચોકે તું રમનારી બહુચર ભેળી રહેનારી
નવદુર્ગા સંગે માઁતું રમતી રુડી આવે નવરાત્રી

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..તું જીવન માઁ ધન્ય બનાવે સાદ ભક્તોના સુણનારી
આદ્ય અવતારી તું માતા સઘળે માડી વસનારી

હે..વિઘ્નહર ચેહર ભવાની દુઃખ માં રક્ષણ કરનારી
તારી ભક્તિ મંગલકારી સર્વ સુખડાં દેનારી

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..હારેલાને દેતી હામ કરતી સૌના ધાર્યા કામ
જગમાં તારું મોટું નામ જય હો તારો ચેહર માત

હે..લગની લાગી તારા નામની આવું તારા મરતોલી ધામ
ભેળે રેજો ચેહર માઁ દેજો મારા હૈયાને હામ

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..ઉચા મંદિર શોહે તમારા રૂડાં રે મરતોલી ગામ
સાંજ સવારે ઉતરે આરતી આનંદ મંગલ જોને થાય

હે..માઁ ચેહર તારી ચુંદડીમાં શોહે ચોખલીયાળી ભાત
ગરબે ધુમ જો માવડી નવલી હોય જો ને નવરાત

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..વસંત પંચમી ને શુભ દીનવાર સૂષ્ટીમાં વિખ્યાત થયા
મરતોલીમાં બેસણા કીધા ભક્તો ગુણલા ગાતા રહ્યા

હે.. નાકે નથણી માંને શોભે કાને કુંડળ રૂડાં લાગે
ભાલે ટીલડી સૂર્ય તણી નીરખી હૈયું હરખે આજે

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..માઁના મંદિરે ઝાલર વાગે ગુંજે ગગન જયનાદે
અખંડ જ્યોતિ માઁની એવી જનમજનમ ના પાપ બાળે

હે..ચેહર શરણે ભક્તો આવે ગુણલા માંના પ્રેમે ગાવે
ચેહર નામનો મહિમા એવો આનંદમંગલ સઘળે થાવે

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..ચેહર સાંભળે અંતરવાણી મળે કૃપા ની સરવાણી
શક્તિની તું સર્જનહાર લેજો શરણે બાળ જાણી

હે..ચેહરમાઁ તારો જયજયકાર લીલા તારી અપરંપાર
સંસારી સૌ કહે પ્રેમે માઁ તમે છો તારણહાર

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..દુઃખીયા તારા પારે આવે ચેહર સૌના દુઃખડાં ભાંગે
દુઃખીયાની માં ચેહર માઁ સઘળા સુખડાં માડી આપે

હે..રિધ્ધિ સિધ્ધિ ની તું દાતા ભરતી ખાલી તું ભંડાર
કલ્પ વૃક્ષની તું છે છાયા દુઃખડા રહે ના ત્યાં તો લગાર

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..ચેહર માડી માઁ મમતાળી હૃદય કમળ માં કરતી વાસ
મહીમા માઁનો અપરંપાર અંતર આશા માઁ પુરનાર

હે..એક ચિત્તે જે ધ્યાન ધરે માઁ ચેહર લે એની સંભાળ
ચેહર ભવાની દિનદયાળી મરતોલીમાં માઁનો વાસ

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..માઁ ચેહરની જે ભક્તિ કરે ધન-સંપત્તિ પામે અપાર
સઘળી આશા પુરણ થાતી જગમાં થાતો જયજયકાર

હે..ચેહર નામની માળા જપજો ધરજો માઁ ચેહર નું ધ્યાન
ચમત્કારી છે ચેહર માતા દુઃખો ને માઁ કરતી મ્યાન

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..નિર્ધન ને માઁ ધન આપે દુઃખ દરીદ્ર દૂર કરે
દ્રષ્ટિ પડે જ્યાં ચેહર માઁની સુતા ભાગ્ય એના ફળે

હે..મહેર કરે માં મરતોલીવાળી લીલી વરખડી વાળી માઁ
કઠણ કળજુગ માઁ માડી મેં તો જાગતી જ્યોતે ભાળીમાં

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

હે..મેશ્વા કહે માડી આવજો કંકુ પગલે મારે ધેર
તારા નામ નો મહિમા ગાઉ થાયે મારે લીલા લેર

હે..ચેહર માં તમે દયા કરજો સતની જ્યોત ઝળહળ થાય
રાજેશ ગાવે મહિમા પ્રેમ આનંદમંગલ સઘળે થાય

માઁ..હો..માઁ
જય હો જય હો ચેહર માઁ

Комментарии

Информация по комментариям в разработке