Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2020, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
:
રાગ: મીઠી મારી આંખડીના
મીઠી મારી આંખડીના તારા ગજાનન ગણપતિ દેવા
દેવા ઓ દેવા તમે ગણપતિ દેવા
લાગો છો સુંદર રૂપાળા.. ગજાનન ગણપતિ દેવા
સર્વે કાર્યોમાં તમે પ્રથમ પુંજાવ છો
શેષ ને મહેશ ગુણ તમારા ગાય છે
વિઘ્નોને દૂર કરનારા.. ગજાનન ગણપતિ દેવા
ઝીણી ઝીણી ઝીલ જેવી આંખો તમારી
ઝીણવટથી ઝીણું જોનારા.. ગજાનન ગણપતિ દેવા
સૂપડાની માફક કાન તમારા
નિંદાને ઝાટકી દેનારા.. ગજાનન ગણપતિ દેવા
નાના નાના હાથ તારા બાલુડા જેવા
મોટા મોટા કામ કરનારા.. ગજાનન ગણપતિ દેવા
સાગરની માફક પેટ તમારું
સૌની વાતોને રાખનારા.. ગજાનન ગણપતિ દેવા
સિંદુર ચઢાવું ને જનોઈના જોટા
રિદ્ધિ-સિદ્ધિને આપનારા.. ગજાનન ગણપતિ દેવા
મનગમતા મોદકના થાળ ધરાવું
ભક્તોના સંકટ હરનારા.. ગજાનન ગણપતિ દેવા
સાખી:
હે ગૌરી પૂત્ર ગણેશજી લાગુ તમને પાય રે
અંતર ઈચ્છા એટલી વ્હાલા ગુણલા તમારા ગવાય રે વ્હાલા..
Информация по комментариям в разработке