વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે ખુંબ સરસ કીર્તન છે# ગુરુ કૃપા કીર્તન# કીર્તન નીચે લખેલ છે 👇 👇👇

Описание к видео વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે ખુંબ સરસ કીર્તન છે# ગુરુ કૃપા કીર્તન# કીર્તન નીચે લખેલ છે 👇 👇👇

_કીર્તન_

વનરાતે વનમાં મોર પંખી બોલે
વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે

મથુરાની જેલમાં કૃષ્ણ જનમ્યા
આઠમ ની મધરાતે રે બોલો રાધે રાધે

આ વાસુદેવ ગોકુળમાં મેલવાને ચાલ્યા
કાનને ચઢાવ્યા એને માથે રે બોલો રાધે રાધે

રાત અંધારી વાલા કાંઈ ના સૂઝે
યમુનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે

ગોકુળમાં આવીને વાલો બન્યો રે ગોવાળીયો
ગાયુ ચરાવે યમુના કાંઠે રે બોલો રાધે રાધે

અઘાસુર ને માર્યો વાલે બકાસુર ને માર્યો
પૂતનાને મારી એના હાથે રે બોલો રાધે રાધે

કાલિન્દ્ર માં જઈને વાલે કાળી નાગને નાથયો
કાનજી ચડ્યા તા એને માથે રે બોલો રાધે રાધે

ઇન્દ્ર રાજાનું વાલે એનું અભિમાન ઉતાર્યો
ગોવર્ધન તોળો તો એને હાથે રે બોલો રાધે રાધે

ગોપીને વાલે મારે માખણ ખાધા
રાસ રમયાતા એની સાથે રે બોલો રાધે રાધે

ગોકુલ ને તારી વાળો મથુરામાં આવ્યા
મામા કંસ ને માર્યો એના હાથે રે બોલો રાધે રાધે

માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા
જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે

રણ છોડીને વાલો રણછોડ કહેવાણા
આવ્યા છે ગોમતી ને કાંઠે રે બોલો રાધે રાધે

દરિયામાં વાલે મારે દ્વારકા વસાવી
અષ્ટ પટરાણી ની સાથે રે બોલો રાધે રાધે

મિત્ર સુદામા એને મળવાને આવ્યા
આ સંકટ પડ્યાતા એની માથેરે બોલો રાધે રાધે

મિત્ર સુદામાના તાંદુલ જમિયા
રુણ નહોતા રાખ્યા એની માથે રે બોલો રાધે રાધે

બેની દ્રોપદીના ચીરજ પુરીયા
નવસો નવાણુ એક સાથે રે બોલો રાધે રાધે

કૌરવને પાંડવોના યુદ્ધ રચાના
રહ્યાં વાલો પાંડવોની સાથે રે બોલો રાધે રાધે

અર્જુનનો વાલે મારે રથ જ હાકીયો
ગીતાજી રચાતા એની હાથે રે બોલો રાધે રાધે

પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા
બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે

વાલીના વેણને વાલે યાદ જ કરીયા
વીંધાણાતા ભીલ રાયને હાથે રે બોલો રાધે રાધે

પ્રાચીના પીપળે પ્રભુજીના પ્રાણ છે
દીવા બળે છે એની માથે રે બોલો રાધે રાધે

પ્રાચીના પીપળે જે કોઈ જાછે
કૃષ્ણના દર્શન થાશે રે બોલો રાધે રાધે

પ્રાચીના પીપળે પાણી કોઈ પાસે
આત્માને મુક્તિ થાશે રે બોલો રાધે રાધે

કૃષ્ણની લીલા જે કોઈ ગાશે
વ્રજમાં વાસ એનો થાશે રે બોલો રાધે રાધે

વરના રાતે વનમાં મોર પંખી બોલે
વનાની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે

🌹🌹🌹🌹🌷જય શ્રી રામ 🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏જય રામાપીર🙏🙏 અમારા ગુરુકૃપા કીર્તન તરફથી તમને બધાને જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷

Комментарии

Информация по комментариям в разработке