મારે લીમડા ના દર્શન કરવા છે - ગઢપુર નો લીમડો

Описание к видео મારે લીમડા ના દર્શન કરવા છે - ગઢપુર નો લીમડો

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને LIKE, SHARE અને SUBSCRIBE કરો જેથી તમને નવા અપડેટ ની માહિતી મળતી રહે...આભાર....

એભલ ખાચરે લીમડો રોપિયો રે , મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને ડાળીયે કોણ બેઠું છે ,
એની ડાળીયે દામોદર બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને પાંદડે કોણ બેઠું છે ,
એના પાંદડે પુરુષોત્તમ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને તીરે કોણ બેઠું છે,
એની તીરે ત્રિકમરાય બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને લીંબોળી માં કોણ બેઠું છે,
એની લીંબોળી માં લક્ષ્મીનારાયણ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને થડ માં કોણ બેઠું છે,
એના થડ માં ઠાકોરજી બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને મૂળીયે કોણ બેઠું છે,
એના મુળિયે મદનમોહન બેઠા છે ,મારે લીમડા ના દર્શન કરવા છે

જુવો જુવો ને છાંયડે કોણ બેઠું છે,
એના છાંયડે સ્વામિનારાયણ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે

એભલ ખાચરે લીમડો રોપિયો રે , મારે લીમડા ના દર્શન કરવા છે

Shobhna Ben Youtube Channel

Комментарии

Информация по комментариям в разработке