લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Описание к видео લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન ___________________
સીતા રામ સીતા રામ રટીયે રાધે શ્યામ.
હરિ ની હારે હેત લગાડી ભજીયે સીતા રામ
લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ
સંતાન થય ને સેવા કરજો માં બાપ છે ભગવાન
નવ નવ માસ માં એ ઉદર માં રાખયા
છેડલો ઢાંકીને માએ પાયા અમૃત પાન
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
હૈયા નાં હિંડોળે માતા કાયમ ઝુલાવતી
હેત ના હિંડોળે માતા કાયમ હિચોળતી
માયા નાં મંડપ નીચે ભુલી ના જવાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
પાપા પગલી પાપા પગલી ચાલતા શીખવાડતા
આંગળી પકડી ને માતા દોડતા શીખવાડતા
શ્રવણ થઈ ને સેવા કરજો ભુલી ના જવાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
નાની એવી ઓરડીમાં સૌ પરીવાર રહેતા
સાંજ સવારે બધા ભેગા બેસી જમતા
હવે પાંસો વાર નાં બંગલા માં માં બાપ નાં સમાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
ભીનાં માંથી કોરા કર્યા ખોળો ખુંદી મોટા કર્યા
એની પત્ની આવે ત્યારે દિકરો ભૂલી જાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
સર્વે હિશાબ રાખ્યા વિના સર્વે કોડ પુરા કર્યા
તેનો વારો આવે ત્યારે ચોપડે લખાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
મોટા મોટા બંગલામાં કુતરા પળાય છે
કુતરા ની તોલે એના માં બાપ નાં દેખાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
ઘરે નાં ગમે ત્યારે મંદિરે જઈ બેસતા
જમવા નાં ટાઇમ વિના ઘરે નાં અવાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
દિકરા નોખા થાય ત્યારે માં બાપ વારે ચડતા
પેટના કારણીયે માતા ઘરે ઘરે જાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
પચીસ પચાસ વર્ષ પહેલાં વૃધ્ધાશ્રમ નોતા
વારા પછી વારો આપણો સામો રે દેખાય
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
આહીર કુળના દીકરી ને અમર માતા નામ છે
માનવ જનની સેવા કરી અમર રાખ્યા નામ
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
વચન કહે ચેતો બાયું બાજી હજી હાથ છે
માવતર ની સેવા કરી ઉતરયે ભવ પાર
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
સીતા રામ સીતા રામ રટીયે રાધે શ્યામ.
હરિ ની હારે હેત લગાડી ભજીયે સીતા રામ
લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ
સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન

Комментарии

Информация по комментариям в разработке