જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ ભજન || કષ્ટભંજન કિર્તન

Описание к видео જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ ભજન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ________________
કરિયાવર કરો રે ગુરુ માંરો કરિયાવર કરો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
સુરતના શબ્દો સાથે લગનીયા કરાવજો
અગમ ઘરની મોંઘી મને વસ્તુ રે આપો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરિયાવર કરો રે ગુરુ માંરો......
પ્રેમ ની રે પીઠી મારા અંગે રે ચોળાવજો
મમતા ના મીંઢોળ મારા કાંડે રે બાંધો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરિયાવર કરો રે ગુરુ માંરો......‌
સ્મરણ ની ચુંદડી મારા માથે રે ઓઢાડજો
પ્રીત નું પાનેતર મારા અંગે રે ધરો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરિયાવર કરો રે ગુરુ માંરો.......
સત કેરી ટીલડી મારા લલાટે રે ચોડજો
સંસાર નો સિંદૂર મારા સેંથામાં પુરો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરિયાવર કરો રે ગુરુ માંરો.......
હેત કેરો હારલો મારા ડોકમાં પહેરાવજો
વિવેક ની વરમાળા મારા અંગે રે ધરો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરિયાવર કરો રે ગુરુ માંરો....
સેવા તણો ચુડલો મારા હાથમાં પહેરાવજો
વચન નુ વીંટી મારી આંગળીએ ધરો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરીયાવર કરો રે ગુરુ માંરો.....‌‌
જીવન કેરૂ ઝાંઝર મારા પગમાં પહેરાવજો
પ્રથમ પગલું હુંતો ભક્તિ માં ભરૂ
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરીયાવર કરો રે ગુરુ માંરો........
આ સોળે શણગાર મારા ગુરુ એ સજાવ્યા
અલખધણી ની સાથે પરણાવ્યા અમને
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો
કરીયાવર કરો રે ગુરુ માંરો કરિયાવર કરો
જાવું છે સાસરીયે ગુરૂ મારો કરિયાવર કરો

Комментарии

Информация по комментариям в разработке