Urmahi vasi Sahajanand saluṇi murti mādhuri | ઉરમાંહી વસી સહજાનંદ સલૂણી મૂર્તિ માધુરી | BAPS Kirtan

Описание к видео Urmahi vasi Sahajanand saluṇi murti mādhuri | ઉરમાંહી વસી સહજાનંદ સલૂણી મૂર્તિ માધુરી | BAPS Kirtan

ઉરમાંહી વસી, સહજાનંદ સલૂણી મૂર્તિ માધુરી
થઈ નિઃશંક નિહાલ, લાલ છબી નીરખતાં મારી નજર ઠરી..

પગે ચમકા કરતી ચાખડી, છબી નટવર સુંદર હાથ છડી;
 કરે ખ્યાલ અલૌકિક ઘડી (રે) ઘડી... ઉર꠶ ૧

વા’લો જરકસીના જામા પહેરી, ચાલે ચાલ ચમકતી ગજ કેરી;
 તેણે લીધું મન મારું હેરી... ઉર꠶ ૨

જે કોઈ એ સાથે પ્રીત કરે, તેના અંતરમાં જગ જાળ ન રહે;
 તે ફેરા ભવમાં કેદી ન ફરે... ઉર꠶ ૩

આવે અંગ આભૂષણ ઉલસિયો, કટિ જરકસનો કસણો કસિયો;
 વ્હાલો બ્રહ્માનંદને મન વસિયો... ઉર꠶ ૪

Комментарии

Информация по комментариям в разработке