મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો - ઉષ્મા બેન (હિંડોળો લખેલો નીચે છે) હિંડોળો-૨(૨૦૨૪)

Описание к видео મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો - ઉષ્મા બેન (હિંડોળો લખેલો નીચે છે) હિંડોળો-૨(૨૦૨૪)

આ હિંડોળા નાં શબ્દો અમારા વડીલ અને નિવૃત્ત શિક્ષિકા શ્રી હસુબેનની ચેનલ માંથી લીધા છે એમના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એ માટે અમે બધા એમના ખૂબ ખૂબ આભારી છીએ...મારા પ્રણામ ઉષ્મા...💐🙏

હિંડોળો -
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે
કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
ગણેશ બેસે ને કાર્તિક હિંચકો ઝુલાવે
પાર્વતીજી હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

રામજી બેસે ને લક્ષ્મણ હિંચકો ઝુલાવે
કૌશલ્યા માં હાલરડા ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

કૃષ્ણ બેસેને બલરામ હિંચકો ઝુલાવે
જશોદા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

બ્રહ્મા વિષ્ણુને મહેશ ઝૂલે અનસૂયા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

લવ બેસે ને કુશ હિંચકો ઝુલાવે સીતા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

રામદેવ બેસે વિરમદેવ હિંચકો જુલાવે
મીનળદે હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

હૈયાનો હિંડોળોને પ્રેમની છે દોરી
ભક્તો સૌ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке