સંતો કડવા વેલા ની કડવી તુંબડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Описание к видео સંતો કડવા વેલા ની કડવી તુંબડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન __________________
સંતો કડવા વેલાની કડવી તુંબડી રે
એ તો પાકે તોય મીઠી ના થાય આ મનની મેલી તુંબડી રે
ભલે ચાર ચાર ધામની જાત્રા કરે
એના મન પવિત્ર ના થાય આ મનની મેલી તુંબડી રે
ભલે ગંગાને જમુનામાં ડૂબકી મારે
એના મનડા ના મેલ ના ધોવાય આ મનની મેલી તુંબડી રે
સંતોક કડવા વેલાની કડવી તુંબડી રે
એ તો પાકે તોય મીઠી ના થાય આ મનની મેલી તુંબડી રે
ભલે ટીલાને ટબકા ભાલે કરે
એના કપાળેથી કલંકના જાય આ મનની મેલી તુંબડી રે
ભલે સાધુ જમાડે ને સંતો જમાડે
ભૂખ્યાતળ ટળવળે મા ને બાપ આમ મનની મેલી તુંબડી રે
ભલે સાંભળે કથા ને સાંભળે પારાયણ
એ તો સાંભળે નહીં મા બાપની વાત આ મનની મેલી તુંબડી રે
ભલે પૂજે ડુંગર અને પૂજે દેવીઓ
ઉંબરા વાળીના આંસુના લુચ્ચાઈ આ મનની મેલી તુંબડી રે
સંતો કડવા વેલા ની કડવી તુંબડી રે
એ તો પાકે તોય મીઠી ના થાય આ મનની મેલી તુંબડી રે
સંતો સમજાવે સમજી જાજો શાનમાં
જોજો ફેરો ફોગટના જાય આ મનની મેલી તુંબડી રે
સંતો કડવા વેલાની કડવી તુંબડી રે
એ તો પાકે તોય મીઠી ના થાય આ મનની મેલી તુંબડી રે

Комментарии

Информация по комментариям в разработке