ગણપતિ પ્રાગટ્ય નું બવ સરસ ને એકદમ નવું કિર્તન છે|| નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન

Описание к видео ગણપતિ પ્રાગટ્ય નું બવ સરસ ને એકદમ નવું કિર્તન છે|| નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _______________
મહાદેવજી તો બેઠા પલંગ પર
પાર્વતી વાયરો ઢોળે હો જીરે જીરે
વાયરો ઢોળંતા લાગ્યો ઝપાટો
મહાદેવજી રિંસાઇ ને ચાલ્યા હો જીરે જીરે
વન વગડામાં ચાલ્યા મહાદેવજી
વગડામાં ઝુંપડા બાંધ્યા હો જીરે જીરે
મોર નાં પીછા લાવ્યા મહાદેવજી
ઝુંપડી બાંધી બવ સારી હો જીરે જીરે
મહાદેવજી તો તપ કરવા બેઠા
ઘરે રોકાણા સતી પાર્વતી જીરે જીરે
ત્રાંબા તે કુંડીયુ ને સોના બાજોઠીયે
પાર્વતી નાહવા બેઠા હો જીરે જીરે
ડાબા તે અંગ નો મેલ ઉતાર્યો
તેનો બનાવ્યો બાળુડો હો જીરે જીરે
એરે બાળુડા નું નામ જ રાખ્યું
નામ રાખ્યું છે ગણપતિ હો જીરે જીરે
જાવ ગણપતિ આપણા દરવાજે
કોઈ નાં અંદર આવે હો જીરે જીરે
હરતાં ને ફરતા નારદજી આવ્યા
દરવાજે દીઠયા નાના બાળ હો જીરે જીરે
નારદે જય ને શિવજી ને કીધું
તમે મહાદેવજી તપ માં હો જીરે જીરે
ઘર ની વાત તો કાંઈ નથી જાણતા
ઘરે રમે છે નાના બાળ હો જીરે જીરે
મહાદેવજી તો ક્રોધે ભરાયા
આવ્યા છે પોતાના ઘેર હો જીરે જીરે
દરવાજે આવતા બાળક દીઠા
કોના છો તમે બાળ હો જીરે જીરે
જટાળા જોગી આઘો રે રહેજે
નાવણ કરે છે મારી માતા હો જીરે જીરે
માતા અમારા પાર્વતી દેવી
પિતા નું નામ નથી જાણતા હો જીરે જીરે
મહાદેવજી તો ક્રોધે ભરાયા
ક્રોધ માં ત્રિશૂળ માર્યા હો જીરે જીરે
ગણપતિ ના મસ્તક કાપ્યા
મારી નાખ્યાં ગણપતિ હો જીરે જીરે
રુદન કરતા પાર્વતી આવ્યા
મારા કુંવર ને કોણે માર્યો હો જીરે જીરે
તમે તો નાથજી મંત્ર દીધા તા
મંત્ર ના પુત્ર બનાવજો હો જીરે જીરે
વન વગડામાં ગયા મહાદેવજી
હાથી નું મસ્તક લાવ્યા હો જીરે જીરે
સજીવન કર્યા પુત્ર ગણેશ ને
પ્રથમ પહેલા સમરશુ હો જીરે જીરે
મહાદેવજી તો બેઠા પલંગ પર

Комментарии

Информация по комментариям в разработке