વિઝિટર વિઝા પર અમેરિકા જઈ પાછા ના આવનારા ગુજરાતીઓ હવે ટેન્શનમાં દિવસો કાઢી રહ્યા છે!

Описание к видео વિઝિટર વિઝા પર અમેરિકા જઈ પાછા ના આવનારા ગુજરાતીઓ હવે ટેન્શનમાં દિવસો કાઢી રહ્યા છે!

છેલ્લા ત્રણેક વર્ષમાં હજારો ગુજરાતીઓ ઈલીગલી અમેરિકા ગયા છે, તેવી જ રીતે વિઝિટર વિઝા પર અમેરિકા પહોંચ્યા બાદ પાછા ના આવનારા લોકોની સંખ્યા પણ જરાય નાનીસૂની નથી. જોકે, કાયદેસરના વિઝા લઈને અમેરિકા પહોંચ્યા બાદ ગાયબ થઈ ગયેલા આ ગુજરાતીઓની તકલીફ હવે વધી શકે છે. અમેરિકાની સરકાર હાલ ઈલીગલી આવેલા લોકોને ધડાધડ ડિપોર્ટ કરી રહી છે, અને હવે દેશમાં સરકાર બદલાવાની પણ મજબૂત શક્યતા છે ત્યારે 2025ની શરૂઆતમાં જ અમેરિકામાં ઈલીગલી રહેતા લોકોના કપરા દિવસો શરૂ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો ઘણા ગુજરાતીઓ છેલ્લા ત્રણ વર્ષમાં એક વ્યક્તિના 30થી 50 લાખ રૂપિયા ચૂકવીને વિઝિટર વિઝા લઈ અમેરિકા ગયા છે અને ઘણા કેસમાં તો એજન્ટોએ ચાર વ્યક્તિની એક ફેમિલીને વિઝિટર વિઝા પર યુએસ પહોંચાડવાના એક કરોડ રૂપિયા સુધી પણ વસૂલ્યા છે. એજન્ટોએ આ લોકોને વિઝા અપાવવા માટે પણ તેમના ફેક ડોક્યુમેન્ટ્સ વિઝા એપ્લિકેશન સાથે સબમિટ કર્યા હતા અને તેમને વિઝા ઈન્ટરવ્યુથી લઈને અમેરિકામાં લેન્ડ થતાં જ એરપોર્ટ પર શું કહેવાનું છે તે બધું જ ગોખાવીને તેમને યુએસ પહોંચાડી દીધા હતા, પરંતુ હવે આ લોકો ટેન્શનમાં દિવસો કાઢી રહ્યા છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Комментарии

Информация по комментариям в разработке