જુગાર કોઈ રમશો નહીં || નીચે લખેલું છે કિર્તન|| સાતમ આઠમ સ્પેશિયલ કિર્તન || કષ્ટભંજન કિર્તન

Описание к видео જુગાર કોઈ રમશો નહીં || નીચે લખેલું છે કિર્તન|| સાતમ આઠમ સ્પેશિયલ કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન ________________
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
મહાબળવાન પાંડવ હતા જેના સગા દ્વારકાધીશ
સતવાદી થય ને ભાન ભૂલ્યા
હે નિજ પત્ની ને દાવ પર લગાડે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
એક કુટેવ ને કારણે અનેક ગુણ ઢંકાઈ
ધાર્મિક ને સુરવીર છતાં
હે બાર વર્ષ વનમાં ભમાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
હાર્યો જુગારી બમણું રમે એને ગમે નહીં સાચી વાત
શાસ્ત્ર પુરાણે દાખલા
હે સાચા સંતો સાચુ સમજાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
જુગારી જન્મ બગડે અને સંસારમાં થાય હેરાન
પાપ પડે તે કુળ માં રે
સતી દ્રોપદી સૌને પોકારે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
દારૂ જુગાર માંસાહારી ને પરસ્ત્રી ગમન કરનાર
દોશ સરખો તેને લાગતો રે
એમ ભાગવત શાસ્ત્ર બતાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
પવિત્ર દિવસોમાં વ્રત કરે છતાં રમે છે જુગારહ
ડબલ ગુના તેના થતાં રે
એતો વ્રત ને પણ અભડાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
વગર મહેનત કે મફત નું લેવાની વૃત્તિ નું નામ જુગાર
હરામ નું કદિ પચશે નહીં
મહાભારત દાખલો બતાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
સંતાનો ને વારસામાં શું આપી જાશો જુગાર
દારૂ જુગાર તમ્બાકુ વ્યસન ને રે
હે દુર સમજુ નર હટાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
દાસ રમણ ગુરુ વચને છોડો સઘળા કુસંગ
સમજ્યા ત્યાં થી સવાર ગણી રે
સાચી શિખ સંતોની સ્વીકારે જુગાર કોઈ રમશો નહી
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં

Комментарии

Информация по комментариям в разработке