અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)

Описание к видео અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)

સાંભળો ને સુદામાની વાતડી
સાંભળીને આંખે આંસુ આવે રે અમર સુદામાની ઝૂંપડી

એક રે ગુરુના બબ્બે ચેલા
લખ્યા એના જુદા જુદા લેખ રે અમર સુદામાની ઝૂંપડી

સુદામાને નાની એવી ઝૂંપડી
કૃષ્ણ બન્યા છે દ્વારિકાના રાય રે અમર સુદામાની ઝૂંપડી

કનૈયાનો વૈભવ છે સામટો
સુદામાને જમવા નથી જાર રે અમર સુદામાની ઝૂંપડી

સુદામાની પત્ની એને વિનવે
જાઓ નાથ દ્વારિકા મોજાર રે અમર સુદામાની ઝૂંપડી

ભૂખે રે ટળ વળે મારા છોકરા
હવે તો નહીં બોલું બીજીવાર રે અમર સુદામાની ઝૂંપડી

સુદામા ના પત્ની એને વિનવે
કનૈયાને ઘેરે તમે જાવ રે અમર સુદામા ની ઝુંપડી

કનૈયાનો વૈભવ છે સામટો
ખાલી હાથે કેમ જવાય રે અમર સુદામાની ઝૂંપડી

તાંદલ માગીને વાળી પોટલી
ગાંઠું વાળી છે એમા સાત રે અમર સુદામા ની ઝુંપડી

સુદામાજી પોરબંદર થી ચાલીયા
મુખે જપે કૃષ્ણ કૃષ્ણ નામ રે અમર સુદામાની ઝુંપડી

દુબળી કાયાને હાથે લાકડી
આવ્યા છે કાઈ દ્વારીકાની માય રે અમર સુદામાની ઝૂંપડી

દ્વારે આવીને સાદ પાડીયો
કૃષ્ણ ઝૂલે છે હિંડોળા ખાટ રે અમર સુદામાની ઝૂંપડી

સાદી સૂણીને વાલો દોડીયા
દળ વળતી દીધી છે એણે દોટ રે અમારે સુદામાની ઝૂંપડી

કૃષ્ણ અને સુદામા બેય ભેટીયા
મળ્યા છે બેય ભાઈબંધ રે અમર સુદામાની ઝૂંપડી

રુક્ષ્મણીજી એ ઉના પાણી મેલીયા
સ્નાન કરો ને મારા વીર રે અમર સુદામાની ઝૂંપડી

આપોને જુના તમારા ધોતિયા
પેરો પેરો પીળા પીતાંબર રે અમર સુદામાની ઝૂંપડી

રુક્ષ્મણી જી એ ઊના પાણી મેલીયા
કૃષ્ણ પખાળે એના પાય રે અમર સુદામાની ઝૂંપડી

પૌવાની છોડી વાલે પોટલી
ગાંઠું છોડી છે એણે સાત રે અમર સુદામાની ઝૂંપડી

મુઠીએ ને મુઠીયે આરોગીયા
રુક્ષ્મણીજી તો જાલે એનો હાથ રે અમર સુદામાની ઝુંપડી

કૃષ્ણ સુદામા બેઠા જમવા
સુદામાને સાંભર્યા એના બાળ રે અમર સુદામાની ઝૂંપડી

અમને રજા પ્રભુ આપજો
મારે જાવું પોરબંદર ઘેર રે અમર સુદામાની ઝૂંપડી

પ્રભુજી વળાવવાને ચાલીયા
મિત્ર તમે આવજો બીજી વાર રે અમર સુદામાની ઝૂંપડી

ત્યાંથી રે સુદામાજી ચાલીયા
સુદામા એ મનમાં વિચાર્યું
કનૈયાનો વૈભવ છે સામટો
થોડુંક દીધું હોત તો થાત રે અમર સુદામાની

સુદામા તો પોરબંદરમાં આવ્યા
સુદામા તો શોધે એની ઝૂંપડી અમર સુદામાની ઝૂંપડી

ઝૂંપડી ના બન્યા મોટા બંગલા
આનંદ કિલ્લોલ કરે એના બાળ રે અમર સુદામાની ઝૂંપડી

આંગણિયામાં રોપ્યા છે તુલસી
છોડવામાં રમે રણછોડરાય રે અમર સુદામાની ઝૂંપડી

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке