પરણે પારવતી ને શંકર ભગવાન-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

Описание к видео પરણે પારવતી ને શંકર ભગવાન-અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

હાલો ને હેમાળે જઈએ હાલો ને હેમાળે.....
હેમાળે હાલી જાય જાડેરી જાન,
પરણે પારવતી ને શંકર ભગવાન બાપા ભોળા ભગવાન...

દેવોનો ડાયરો ને ભૂતડા ની જાન,
ભેળી હાલી બાપા જોગીની જમાત....

ઉતારા દીધા બાપા સમશાન મોજાર,
ચોળે ભભૂતિ ભોળો સાબદા રે થાય....

ભોરિંગની માળા ને ખોપરી ના હાર,
પહેરે ભોળો ચામડા ને સજે શણગાર.....

વાગે છે ઢોલકા ને વાગે શરણાઈ,
શિબરી બાઈ તો ગીત રૂડા ગાય....

વરઘોડો હાલ્યો બાપા ઉભી રે બજાર,
ભડક્યા છોરુંડા ને ભડક્યા નરનાર....

વરઘોડો આવ્યો બાપા મંડપ મોજાર,
જમાઈ દેખીને સાસુ ભડકી ભાગી જાય....

ચાર પાંચ સખીઓ વધાવવા ને જાય,
ક્યાંથી ગોત્યો ગૌરી આવો ભરથાર.....

દેવો કહે સતીનો સફળ અવતાર,
ક્યારે મળ્યો રે એને આવો ભરથાર......

Комментарии

Информация по комментариям в разработке