Krishna Sudama ni Bhaibandhi (નીચે લખેલું છે) - Popular Gujarati Kirtan

Описание к видео Krishna Sudama ni Bhaibandhi (નીચે લખેલું છે) - Popular Gujarati Kirtan

Krishna Sudama ni Bhaibandhi (Jodi) nu Gujarati kirtan - Rasilaben Thumar

Lunch Box with steel 👇👇

Order Now: https://amzn.to/48POhfe

#કીર્તન #સત્સંગ #gujaratikirtan #krishnakirtan #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #newkirtan2023
#krishna #krishnasudamamilan #krishnasudama


====== કૃષ્ણ સુદામા ની ભાઈબંધી =======


આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા
જીણે જીણે ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે


આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા
સોના રૂપાના વાલે બાજોટ ઢળાવ્યાં જો
ઉના ઉના પાણીડાને દુધડીયે નવડાવ્યા રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

રૂક્ષ્મણી તો પાણી રેળે ચરણ ધોવે ભગવાન જો
પીળા પીતામ્બર પેરાવ્યા ને કામળી ઓઢાડી રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

રૂક્ષ્મણી તો રસોઈ બનાવે સામગરી બવ સારી જો
બંને ભાઈબંધ જમવા બેઠા આનંદ કિલ્લોલ થાય રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

શ્રી કૃષ્ણ તો સુદામાને પૂછે એક વાતડી જો
મારા માટે મારા ભાભીએ શું ભેટ મોકલાવી રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

ચીથરી માંથી તાંદુલ છોડ્યા જોઈને હરખાણા જો
પેલી મુઠી જમે ત્યાંતો આનંદ નય પાર રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

બીજી મુઠી જમે ત્યાંતો ઝૂંપડીના મહેલ થાય જો
ત્રીજી મુઠી જમે ત્યાં તો દુઃખડા ભાગી જાય રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

ચોથી મુઠી જમે ત્યાં રૂક્ષ્મણી પકડે હાથ જો
થોડા થોડા અમને આપો સેવા કરીએ નાથ રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

ઘણા દિવસ રોકાણો હું જાવ મારે ઘેર જો
વાલો મારો સુદામાને વડાવાને જાય રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

કૃષ્ણજી તો સુદામાને કહે એક વાતડી જો
પીળા પીતામ્બર પેર્યા મિત્ર પાછા દેતા જાવ રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા રે

સુદામાતો મનમાં કરે છે વિચાર જો
વાલે મારે કઈ નો આપ્યું પેરેલા ઉતરાવ્યા રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા રે

પોરબંદરમાં આવી સુદામા ગોતે એની ઝૂંપડી
ઝુંપડીની જગ્યા એતો જોયા કંચન મહેલ રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા

સુદામાની ઝૂંપડી જે ભાવથી રે ગાશે
ગાશે તો એને આનંદ થાશે વૈકુંઠમાં વાસ થાશે રે
આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા રે

આજ તો અમારે ઘેરે સુદામા પધાર્યા
જીણે જીણે ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે



Album: Krishna Sudama ni Bhaibandhi
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке