Krishna sudama nu Kirtan - અમર સુદામાની ઝૂંપડી (નીચે લખેલું છે) - Amar Sudama ni Jupadi - Tikar

Описание к видео Krishna sudama nu Kirtan - અમર સુદામાની ઝૂંપડી (નીચે લખેલું છે) - Amar Sudama ni Jupadi - Tikar

અમર સુદામાની ઝૂંપડી - Krishna sudama nu kirtan - Gujarati Bhajan sing by Rasilaben Thummar

#amar_sudamani_Jupadi
#અમર_સુદામાની_ઝૂંપડી
#સત્સંગ #mahilamandal
#ભક્તિકીર્તનસંગ્રહ
#viralvideo
#viralsong
#gujaratisong #newsong
#કીર્તન #youtubevideo
#krishnabhajan #2023
#krishnasong #bhaktisong #krishnasudama #bhajansong #bhajan #krishnalove #mahilamandal #sudama_ki_katha #kirtan
#sudamapuri
#sudamabarman
#radhekrishna
#radheshyam

====== અમર સુદામાની ઝૂંપડી=====

સાંભળોને સુદામાની વાતડી
સાંભળીને આંખે આંસુ આવે રે
અમર સુદામાની ઝૂંપડી

એક રે ગુરુના બે બે ચેલકા
લખ્યા એના જુદા જુદા લેખ રે
અમર સુદામાની ઝૂંપડી

સુદામાને નાની એવી ઝૂંપડી
કૃષ્ણ બન્યા દ્વારકાના રાય રે
અમર સુદામાની ઝૂંપડી

કૃષ્ણને વૈભવ સામટો
સુદામાને જમવા નથી જાર રે
અમર સુદામાની ઝૂંપડી

સુદામાની પત્ની એને વિનવે
નાથ તમે કૃષ્ણ પાસે જાવ રે
અમર સુદામાની ઝૂંપડી

ભૂખ્યા રે ટળવળે રે મારા છોકરા
હવે તો નઈ બોલું બીજીવાર રે
અમર સુદામાની ઝૂંપડી

સુદામાના પત્ની એને વિનવે
હરિવારના મંદિરે તમે જાવ રે
અમર સુદામાની ઝૂંપડી

હરિવરને વૈભવ સામટો
ખાલી હાથે કેમ જવાય રે
અમર સુદામાની ઝૂંપડી

તાન્દુલ માંગીને વારી પોટલી
ગાંઠું વાળી છે એમાં સાત રે
અમર સુદામાની ઝૂંપડી

સુદામાજી પોરબંદરથી હાલિયા
મુખે જપે હરિવરનું નામ રે
અમર સુદામાની ઝૂંપડી

દુબળી કાયાને હાથે લાકડી
આવ્યા છે કઈ દ્વારકાની માય રે
અમર સુદામાની ઝૂંપડી

દ્વારે આવીને સાદ પડ્યો
કૃષ્ણ જુલે હિંડોળાની પાટ રે
અમર સુદામાની ઝૂંપડી

સાદ સુણીને વાલો દોડીયા
દળવડતી દીધી એને દોટ રે
અમર સુદામાની ઝૂંપડી

કૃષ્ણને સુદામા બેવું ભેટ્યા
મળ્યા છે બેવું ભાઈબંધ રે
અમર સુદામાની ઝૂંપડી

રૂક્ષ્મણીએ ઉના પાણી મેલિયા
સ્નાન કરોને મારા વીર રે
અમર સુદામાની ઝૂંપડી

રૂક્ષ્મણીએ ઉના પાણી રેડિયા
કૃષ્ણ પખાળે એના પાય રે
અમર સુદામાની ઝૂંપડી

કાઢોને વીરા તમારા ધોતિયા
કાઢોને જુના તમારા ધોતિયા
પેરો પેરો પીળા પીતામ્બર રે
અમર સુદામાની ઝૂંપડી

પૌવાની છોડી છે વાલે પોટલી
ગાંઠું છોડી છે એમી સાત રે
અમર સુદામાની ઝૂંપડી

મુઠીયે ને મુઠીયે આરોગિયાં
રૂક્ષ્મણીતો જાલે એનો હાથ રે
અમર સુદામાની ઝૂંપડી

કૃષ્ણને સુદામા બેઠા જમવા
સુદામાને સાંભળ્યા એના બાળ રે
અમર સુદામાની ઝૂંપડી

અમને રજા પ્રભુ આપજો
મારે જવું પોરબંદર ઘેર રે
અમર સુદામાની ઝૂંપડી

પ્રભુજી વળાવવાને હાલ્યા
મિત્ર તમે આવજો બીજીવાર રે
અમર સુદામાની ઝૂંપડી

ત્યાંથી રે સુદામા તો હાલ્યા
સુદામાએ મનમાં વિચાર્યું
કનૈયાને વૈભવ છે સામટો
થોડુંક દીધું હોત તો થાત રે
અમર સુદામાની ઝૂંપડી

એને આપવામાં ખૂટી નવ જાય
અમર સુદામાની ઝૂંપડી

સુદામાંતો પોરબંદરમાં આવિયા
સુદામાંતો ઝૂંપડી એની ગોતે
અમર સુદામાની ઝૂંપડી

ઝૂંપડીના બન્યા રે મોટા બંગલા
આનંદ કિલ્લો કરે એના બાળ
અમર સુદામાની ઝૂંપડી

આંગણીયામાં રોપ્યા તુલસી છોડ
છોડવામાં રમે રણછોડ રે
અમર સુદામાની ઝૂંપડી



Album: અમર સુદામાની ઝૂંપડી
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке