ગુરુપૂનમ કિર્તન-ગંગાસતીએ અમને મારગ બતાવ્યો ગુરુ વિનાના જ્ઞાન નહીં મળે-વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)

Описание к видео ગુરુપૂનમ કિર્તન-ગંગાસતીએ અમને મારગ બતાવ્યો ગુરુ વિનાના જ્ઞાન નહીં મળે-વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)

ગંગા સતી એ અમને મારગ બતાવ્યો
ઈ રે મારગડે ચાલો પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

ઈ રે મારગડે કાંટાને કાંકરા
હારે તમે જોઈ જોઈ ડગલા ભરો પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

ઈ રે મારગડે ઘોર અંધારા
હા રે તમે પ્રેમની જ્યોત પ્રગટાવો પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

ઈ રે મારગડો ખાંડાની ધાર છે
નથી કાયરનું કાંઈ કામ પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

સંગત કરો તો તમે એવાની રે કરજો
ભજનમાં રેવે ભરપૂર પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

હરખ ને શોકની નો આવે એડકી
હા રે ઈ તો આઠેપોર આનંદ પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

સાધુ સંતો ને વારેવારે નમીએ
જેના બદલે નહીં વ્રત મન પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

વચન વિવેકી જે રહે નર નારી
હા રે એને બ્રમ્હાદિક લાગે પાય પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

વચને સ્થાપન ને વચને ઉત્થાપન
હાં રે વચને મંડાય ગુરુ નાં પાટ પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

વચન ચૂક્યા એ તો ચોરાસી માં જાય છે
ગંગા સતી એમ બોલીયા પાનબાઈ
હારે એવા ને દેખાડો ગુરુનો દેશ પાનબાઈ
ગુરુ વિનાના જ્ઞાન નહીં રે મળે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર

Комментарии

Информация по комментариям в разработке