ગણેશ કાર્તિક બેય વાદે ચડે માતા પાર્વતી અડસઠ તીરથ કરવા કહે

Описание к видео ગણેશ કાર્તિક બેય વાદે ચડે માતા પાર્વતી અડસઠ તીરથ કરવા કહે

ગણેશ કાર્તિક બેય વાદે ભરાણા કોણ નાનું ને કોણ મોટું જી રે
માતા પારવતી એમ જ બોલ્યા અડસઠ તીરથ કરી આવો જી રે
તીરથ કરીને વેલા પાછા જે આવે બે મા તે એક મોટા જી રે...

કાર્તિકે તો મોર વાહન લીધા આકાશે ઉડવા ને લાગ્યા જી રે
ગણપતિ તો મનમાં મૂંઝાણા મારી ફાંદલડી તો મોટી જી રે
ઢાળ્યા છે બાજોઠ પાથર્યા છે આસન બેસાડયા માતા-પિતાને હો જીરે...

માતા-પિતા બેય દેવ છે મારા અડસઠ તીરથ ઘરને આંગણે જીરે
તીરથ કરીને કાર્તિક આવ્યા ગણેશને નજરે દીઠયા હો જી રે
તમારે ગણપતિ ફાંદલડી મોટી કેમ કરીને પાછા આવ્યા હો જી રે...

પૂછો માતાને પૂછો પિતાને કર્યા છે તિરથ મોટા હો જી રે
અડસઠ તીરથ દીકરા ઘરને આંગણે બીજા તીરથ છે નાના હો જી રે
માં તારો બાલુડો સૌથી સવાયો પહેલી પૂજા એની થાશે હો જી રે...

તારા બાલુડા ને સવા મણ લાડુ ઘી ને ગોળ એને ધરજો હો જી રે
કળિયુગ ના માનવી સાંભળો વિનંતી માતા-પિતાની સેવા કરજો હો જી રે
અડસઠ તીરથ એના ચરણમાં ભવથી પાર કરશે હો જી રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке