માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બન્ને છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 66 TT

Описание к видео માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બન્ને છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 66 TT

માણસની સુખાકારીનો આધાર તેના વિચારો છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૦/૦૬/૨૦૨૪ ગુરુવારે વરાછા બેંક ઓડીટોરીયમ, વ્રજચોક ખાતે યોજાયેલા ૬૬માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસના વિચારો જ તેના તન અને મનની તંદુરસ્તીને અસર કરે છે. વર્તમાન સમયે દરેક માણસ માનસીક તણાવ અનુભવી રહ્યો છે. સતત માનસિક તણાવમાં રહેવાથી વ્યક્તિ ડીપ્રેશનમાં આવે છે. અને ડીપ્રેશન આવે એટલે માણસને આત્મહત્યાના વિચારો આવે છે. આજકાલ નાના બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે તે ચિંતાની બાબત છે.
માણસની જીવનશૈલી, અપેક્ષાઓ અને આર્થિક મુશ્કેલીઓ અને નકારાત્મક કલ્પનાઓ સ્ટ્રેસ ઉભો કરે છે. ભયની કલ્પનાઓ જ માણસને માનસિક તણાવમાં ધકેલી દે છે. નકારાત્મક વિચારો સ્ટ્રેસ ઉભો કરે છે અને હકારાત્મક વિચારો સ્ટ્રેસ ઓછો કરે છે તે મુદ્દાને ધ્યાનમાં લઈ નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બંને છે. ધણી બીમારીઓનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. સ્ટ્રેસની જનેતા ડર અને ધારણા છે. કોઈ ઘટના અંગે નકારાત્મક કલ્પના અને ધારણા જીવનમાં સ્ટ્રેસ ઉભો કરે છે. આજે દરેક વ્યક્તિ સ્ટ્રેસમાં જીવે છે. જીવનમાં થોડી ચિંતા-સ્ટ્રેસ ફાયદામાં પણ છે. પરંતુ, માનસિક તણાવ ઓછો કરવા કે તણાવ માંથી બહાર આવવા માટે વ્યક્તિએ ખુદે જાતે પ્રેરણા એટલે કે સેલ્ફ મોટીવેટ થવાની જરૂર છે. જાતે પ્રેરણા લેવી તે સ્ટ્રેસ માંથી બહાર આવવાનો એક માત્ર ઉપાય છે. સાયકોથેરાપીસ્ટ વાતો કરીને ડીપ્રેશન માંથી બહાર લાવે છે. વર્તમાન સમયે દરેક વ્યક્તિએ પોતાના મનોજગતને સમજી સુખી જીવન જીવવા મન અને વિચારોનો રચનાત્મક ઉપયોગ શિખવાની જરૂર છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Комментарии

Информация по комментариям в разработке