શ્રી મંજુબહેન મહેતાના હસ્તેશ્રી અમર ભટ્ટને પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ -

Описание к видео શ્રી મંજુબહેન મહેતાના હસ્તેશ્રી અમર ભટ્ટને પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ -

2024નો એનાયત થયો | તારીખ : 27-6-2024 |
ગુજરાતના જાણીતા ગાયક સ્વરકાર શ્રી અમર ભટ્ટને સંગીતકલાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે પ્રતિવર્ષ અપાતો પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ એનાયત થયો. આ પ્રસંગે જાણીતાં સિતારવાદક મંજુ મહેતાના હસ્તે અપાયેલા આ ઍવૉર્ડ પ્રસંગે શ્રી નીતિન શુક્લ, શ્રી કુમારપાળ દેસાઈ અને શ્રી પી. કે. લહેરીએ વક્તવ્ય આપ્યું હતું અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને હાસ્યકાર શ્રી રતિલાલ બોરીસાગરે એમની સંગીતયાત્રાની સુપેરે વાત કરી હતી. શ્રી અમર ભટ્ટે કહ્યું કે આ ઍવૉર્ડથી મારી ગરિમામાં વધારો થયો છે, પરંતુ આ ઍવૉર્ડની રાશિ એમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પરત કરી હતી. સુરીલો સંવાદ એવા શીર્ષકના કાર્યક્રમ હેઠળ સંગીત, કવિતા અને કાયદો વિશે અર્ચન ત્રિવેદી, જિગર ગઢવી, ઋષભ કાપડિયા અને વિરાજ અમરે માર્મિક પ્રશ્નો પૂછ્યા હતા, જેના માર્મિક ઉત્તર અમર ભટ્ટે આપ્યા હતા. એ સમગ્ર કાર્યક્રમની ઝાંખી તમને અહીંથી સાંપડશે.

Комментарии

Информация по комментариям в разработке