🏵️માતાજી નું ભજન 🏵️(લખેલું છે)નયનાબેન

Описание к видео 🏵️માતાજી નું ભજન 🏵️(લખેલું છે)નયનાબેન

સુરજ સોનાનો ઉગ્યો
મારી ઘરે અંબે માં આવે. (૨)

આવ્યા છો તો ઉતારા કરતા જાઓ
ઉતારા અંબાજી કરશું
સુરજ સોનાનો ઉગ્યો

સુરજ સોનાનો ઉગ્યો
મારી જે ચામુંડ માં આવ્યા

આવ્યા છો તો દાતણ કરતા જાવ
દાતણ ચોટીલામાં કરશું
સુરજ સોનાનો ઉગ્યો

સુરેશ સોનાનો ઉગ્યો
મારી ઘેર કાલિકામાં આવ્યા

આવ્યા છો તો નાવણ કરતા જાવ
નાવણ દુધિયા તળાવ કરશું
સુરજ સોનાનો ઉગ્યો

સુરત સોનાનો ઉગ્યો
મારી ઘેર બહુચર માં આવ્યા

આવ્યા છો તો ભોજન કરતા જાવ
ભોજન શંખલપુર માં કરશું
સુરજ સોનાનો ઉગ્યો

સુરજ સોનાનો ઉગ્યો
મારી ઘેર વૈષ્ણવ માતા આવ્યા

આવ્યા છો તો પોઢણ કરતા જાવ
પોઢણ કટરા માં કરશું
સુરજ સોનાનો ઉગ્યો

સુરજ સોનાનો ઉગ્યો
મારી ઘેર વૈકુંઠ મંડળ આવ્યું

આવ્યા છો તો ભજન કરતા જાવ
ભજન રમિલાબેન ના ઘરે કરશું
સુરજ સોનાનો ઉગ્યો

સુરજ સોનાનો ઉગ્યો
મારી ઘેર કનૈયો આવ્યો

આવ્યા છો તો માખણ જમતા જાવ
માખણ ગોકુળમાં જમશું
મારી જશોદા જુવે વાટ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке