ચાર ચાર માં એ દિકરા જન્મ્યા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

Описание к видео ચાર ચાર માં એ દિકરા જન્મ્યા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન __________________
ચાર ચાર માં એ દિકરા જન્મ્યા
દિકરી જન્મી એક ગઢપણ માં મારૂ કોઈ નથી
પહેલો દિકરો વકીલ થયો
બીજો થયો છે પોલીસ ગઢપણ માં મારૂ કોઈ નથી
ત્રીજો દિકરો ડોક્ટર થયો
ચોથો થયો છે ખેડૂત ગઢપણ માં મારૂ કોઈ નથી
દિકરી તો મારી સાસરે ગઈ
મને આવ્યો છે તાવ ગઢપણ માં મારૂ કોઈ નથી
પહેલો ફોન દીકરા વકીલ ને કર્યો
મને આવે છે તાવ ગઢપણ માં મારૂ કોઈ નથી
માવડી હું તો કેમ કરી આવું
ફાઇલોની લાગી ગઈ છે લાઈન ગઢપણ માં મારૂ કોઈ નથી
બીજો ફોન દીકરા પોલીસ ને કર્યો
મને આવે છે તાવ ગઢપણ માં મારૂ કોઈ નથી
માવડી હું તો કેમ કરી આવું
ચોરોએ મચાવી છે દોડ ગઢપણ માં મારૂ કોઈ નથી
ત્રીજો ફોન દીકરા ડોક્ટર ને કર્યો
મને આવે છે તાવ ગઢપણ માં મારૂ કોઈ નથી
માવડી હું તો કેમ કરી આવું
દર્દીઓ ની લાગી ગઈ છે લાઈન ગઢપણ માં મારૂ કોઈ નથી
ચોથો ફોન મારી દીકરા ખેડૂત ને કર્યો
મને આવ્યો છે તાવ ગઢપણ માં મારૂ કોઈ નથી
માવડી હું તો કેમ કરી આવું
ખેતરમાં પાકી ગયો છે પાક ગઢપણ માં મારૂ કોઈ નથી
પાંચમો ફોન મારી દીકરી ને કર્યો
મને આવ્યો છે તાવ ગઢપણ માં મારૂ કોઈ નથી
દિકરી મારી દોડી દોડી આવી
આંખે આંસુડાં ની ધાર ગઢપણ માં મારૂ કોઈ નથી
દિકરી તો મારી ગઢપણ નો સહારો
દીકરી એ કરી માં ની સેવા ગઢપણ માં મારૂ કોઈ નથી
ચાર ચાર માં એ દિકરા જન્મ્યા
દીકરી જન્મી છે એક ગઢપણ માં મારૂ કોઈ નથી

Комментарии

Информация по комментариям в разработке