આપણને નહીં ફાવે |Gujarati poetry | Gujarati shayari | Motivation poetry l Insparation shayari | Lg

Описание к видео આપણને નહીં ફાવે |Gujarati poetry | Gujarati shayari | Motivation poetry l Insparation shayari | Lg

Voice Over by Lg

‘ આપણને નહીં ફાવે ’
તમે મન મૂકી વરસો , ઝાપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને
ઘરે આવી , તારું પાછું જવું , આપણને નહીં ફાવે

તને ચાહું , ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું , આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ
પણ આ પત્નીને બા સંબોધવું , આપણને નહીં ફાવે
– ખલીલ ધનતેજવી


#Motivationshayari
#Insparationshayari
#Peom
#Lg
#Bestshayari
#poetry
#poetryinhindi #Bestshayari #Besthindishayari #Hindishayari
#Shayari
#lalitgohel

Комментарии

Информация по комментариям в разработке