Best Guruji nu kirtan - સત સમજાણું ગુરુજીની શાનમાં (નીચે લખેલું છે) - Guru purnima special

Описание к видео Best Guruji nu kirtan - સત સમજાણું ગુરુજીની શાનમાં (નીચે લખેલું છે) - Guru purnima special

#gurubhajans #gurubhaktisong #newsong #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #mahilamandal #gujaratisong #bhajankirtan #સત્સંગ #gurupurnima #guruji


===== સત સમજાણું ગુરુજીની શાન માં રે ====

સત સમજાણું ગુરુજીની શાન માં રે
મોડું મોડું લીધું છે મેં તો ધ્યાનમાં રે
સત સમજાણું ગુરુજીની શાન માં રે

આદિ અનાદિનો અમર આત્મા રે
દેહ ભાવથી બન્યો છે જીવાત્મા
સત સમજાણું ગુરુજીની શાન માં રે

જાગી ભીતરથી જાણવાની ભાવના રે
અનુભવના એ સુખને માણવા રે
સત સમજાણું ગુરુજીની શાન માં રે

બહિરમુખીના ભાવ અડગા થયા રે
તાલી લાગી છે ત્રિવેણીના ઘટમાં
સત સમજાણું ગુરુજીની શાન માં રે

જાગી જ્યોતુને ભ્રમણા મારી ભાગીયું
મુળદાસ સમજાવે ગુરુગમથી રે
સત સમજાણું ગુરુજીની શાન માં રે

સત સમજાણું ગુરુજીની શાન માં રે
મોડું મોડું લીધું છે મેં તો ધ્યાનમાં રે
સત સમજાણું ગુરુજીની શાન માં રે

Album: સત સમજાણું ગુરુજીની શાનમાં
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке