રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે(લખેલુ છે)| Krishna Rukmini | New Krishna kirtan | Gujarati Kirtan

Описание к видео રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે(લખેલુ છે)| Krishna Rukmini | New Krishna kirtan | Gujarati Kirtan

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

----રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે---
રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે
વેલા આવો દ્વારિકાનાનાથ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મારા દાદાએ લગનિયા લેવડાવ્યા રે
મારો વીરો તેડાવે મોટી જાન
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મારી જન્મો જન્મની છે પ્રીતડી રે
જો જો દીધેલા બોલ નવ ભુલાય
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

સાથે ઓધવ અક્રુડને તેડી લાવજો રે
સાથે લાવજો વાસુદેવને નંદલાલ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

સાથે વીરા બળદેવને તેડી લાવજો રે
જાડી લાવજો જાદવકુળની જાન
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મેં તો ચૂડલો પેર્યો તમારા નામનો રે
મારી દામણીમાં દામોદરના નામ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મેં તો ચૂંદડી ઓઢી તમારા નામની રે
મારી ટીલડીમાં ત્રિકમ તમારુ નામ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મેં તો માણેકસ્તંભ રોપ્યા તમારા નામના રે
મારા મીંઢોળમાં માધવ તમારું નામ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મારા અંગે પીઠીનો રંગ લાગીયો રે
જો જો પીઠીનો રંગ નવ ભૂંસાય
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મારી રોય રોયને આંખ થઈ છે રાતડી રે
મારી આંખોના આંજણ નવ ભૂંસાય
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

લીધા કાગળને કલમ મારા હાથમાં રે
મારા ખાડિયાની શાહી ખૂટી જાય
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

મારો કાગળ લઈને રે બ્રાહ્મણ આવશે રે
વાંચી આવજોને નંદના કુંવર
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

માતા અંબાને પૂજવા અમે આવિયા રે
સાથે આવ્યો રુકમિયોં મારો ભાઈ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

માતા અંબાને પાયે અમે લાગીયા રે
અમને દેજો શામળિયો ભરથાર
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

કાગળ વાંચીને વાલો વેગે હાલિયા રે
વાલે લીધી છે ઘોડાની લગામ હાથ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

માતા અંબાને મંદિર રથ ઊભિયો રે
બેસો રથમાં રૂક્ષ્મણી કેટલી વાર
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

રૂક્ષ્મણી રથમાં બેસીને એમ બોલિયાં રે
રથ હાકોને દ્વારિકા મોજાર
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

વાલે ભરી બજારે રથ હકિયા રે
સામે ઉભી શિશુપાલની જાન
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

વાલે આલા લીલા વાસ વઢાવિયા રે
ત્યાંતો વાગ્યા શરણાયુંને ઢોલ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

વાલે મંડપ રોપાવ્યા માધવપુરમાં રે
વાલે ચોરી ચીતરાવી ચાંપાનેર
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

ત્યાંતો શંકરને પાર્વતી પધાર્યા
એને દીધા સૌભગ્યના દાન
હું તો પ્રેમે પરણી છું રે નંદલાલને

રૂક્ષ્મણી પરણીને દ્વારિકામાં આવિયા રે
માતા પિતાને લાગે એ તો પાય
હું તો પ્રેમે પરણી છું નંદલાલને રે

મેહતા નરસિંહના સ્વામી શામળિયા રે
સંગે રાખો જશોદાના લાલ
હું તો પરણી આવી છું નંદલાલને રે

રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે
વેલા આવો દ્વારિકાનાનાથ
હું તો નઈ રે પરણું રે શિશુપાલને રે

#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #કીર્તન #satsang_world #newsong #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #kirtanbhajan #ram #ramapirnuakhyan #ramdevpir #krishnastatus #krishna #rukshmani #shishupal #dwarika #rukminikrishna #rukmini #rukminidwarkadhish

Комментарии

Информация по комментариям в разработке