પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે -અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે)પિતૃશ્રાદ્ધપક્ષ ભાદરવો માસ2023

Описание к видео પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે -અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે)પિતૃશ્રાદ્ધપક્ષ ભાદરવો માસ2023

પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે...
જીવ મન ને કે છે કે મારે મરવું નથી રે...

જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું રે
જીવ તમે આવ્યા અને ખોળિયું ક્યાં મેલ્યું રે
ખોળિયુ મેલ્યું છે દીકરાને શરણે રે
દીકરા કાંધ દઈને વિદાય આપજો રે
પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે...

જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું કે
જીવ તમે આવ્યા ને ખોળિયું ક્યાં મેલ્યું રે
ખોળિયું મેલ્યું છે દીકરીઓને શરણે રે
દિકરી પાણી પાઈને વિદાય આપજો રે
પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે...

જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું કે
જીવ તમે આવ્યા ને ખોળિયું ક્યાં મેલ્યું રે
ખોળિયું મેલ્યું કુટુંબ ના શરણે રે
કુટુંબ નવરાવી ધોવરાવી વિદાય આપજો રે
પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે...

જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું કે
જીવ તમે આવ્યા ને ખોળિયું ક્યાં મેલ્યું રે
ખોળિયું મેલ્યું વવારુઓને શરણે રે
વવારું પરિક્રમા કરી વિદાય આપજો રે
પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે...

જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું કે
જીવ તમે આવ્યા ને ખોળિયું ક્યાં મેલ્યું રે
ખોળિયું મેલ્યું પાડોશીઓ ના શરણે રે
પાડોશી સત્સંગ કરીને વિદાય આપજો રે
પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке