ઘુઘરા વાગ્યા ગોકુળ ને મોજાર જો... નોમના પારણા નું જોરદાર ભજન Janmashtami bhajan 👇 છે

Описание к видео ઘુઘરા વાગ્યા ગોકુળ ને મોજાર જો... નોમના પારણા નું જોરદાર ભજન Janmashtami bhajan 👇 છે

ઘુઘરા વાગ્યા ગોકુળ ને મોજાર જો... નોમના પારણા નું જોરદાર ભજન Janmashtami bhajan 👇 છે




ઘુઘરા વાગ્યા ગોકુળ ને મોજાર જો
મથુરાની જેલમાં રે જન્મ્યા કાનજી

દેવકીજી તેના મનમાં મુંજાણા જો
આપણા રે બાળકને ક્યાં સંતાડશું

ત્યારે વાસુદેવ બોલ્યા એ વાત જો
ગોકુળિયામાં નંદજીને આંગણે

વાસુદેવ ટોપલો શણગાર્યો જો
અધરાતે મધરાતે ચાલ્યા જાય જૉ
આવીને ઊભા રે યમુનાજી ને કાઠડે

ત્યારે વાસુદેવો બોલ્યા મીઠી વાત જો
જમનાજી મૈયા અમને માર્ગ દેછે જો
મારે રે જાવું રે ગોકુળ ગામમાં

યમુના મૈયાએ હસીને માર્ગ દીધા જો
યમુનાજીમાં બોળઆ હરિ એ પાવલા

જમનાજી માં પાડી વાલા એ કેડીઓ
ઝરમર ઝરમર વરસે ઝીણા મેઘ જો
શેષનાગે રે છાયો ઉપર ઢાળીયો
અધરાતે મધરાતે ચાલ્યા જાય જો
આવીને ઊભા રે નંદજીને આંગણે

ત્યારે વાસુદેવ બોલ્યા એવી વાત જો
તારી ને મારે કોઈ નો જાણે વાત જો
બાળકને સોપયા રે નંદજીના હાથમાં
બાળકને પઢાડીયા યશોદા ની ગોદમા
બાળકની સાટે રે બાળકી લાવ્યા

ધીમે ડગલે વાસુદેવ ચાલ્યા જાય જો
આવીને ઊભા રે મથુરાની જેલમાં
એવા માં કાંઈ સિપાઈ જાગી જાય જો
સિપાઈ જઈને કંંસ ને કરી જાણ જો

દેવકીને જન્મા રે બાળક આઠ માં
અતિ ક્રોધે ભરાણો કંસારાઈ જો
પડતો ને આથડનો કંસરાય આવ્યાજો
જુટવી રે લીધી આઠમી બાળકી

ત્યારે દેવકીજી બોલ્યા એવા વેણજો
સાત સાત બાળક તે મારા વીરા માર્યા જો
તુજને નય આપુ રે આઠમી બાળકી

અતિ ક્રોધે ભરાણો કંસારાય જો
મારવા જાય ત્યાં બાળકી ઉડી બૉલી જો
તુુજ ને રે મારનારો ગોકુળ ગામમાં

આકાશવાણી ના શબ્દો કરીલે યાદ જો
બાર રે વરસ નો બાળક મારશે
જશોદાનો લાલો તુજને મારશે

ઘુઘારા વાગ્યા ગોકુળને મોજાર જો
મથુરાની જેલમાં રે જનમ્યા કાનજી

Комментарии

Информация по комментариям в разработке