Bas Aapni Yaadma | Soul Blending Emotion | Jatin Bid

Описание к видео Bas Aapni Yaadma | Soul Blending Emotion | Jatin Bid

ગૃહ જિનલયમાં બિરાજમાન પ્યારા પ્રભુ પાર્શ્વનાથ,
આપને અમ ગૃહે પધારીને, 5 વર્ષ પૂરા થવા આવ્યા છે,
આ તો આનંદની વાત છે,
પણ..
જ્યાર સુધી આપ આ ગૃહમાં નહોતા પધાર્યા,
જ્યાર સુધી આપનો અંજન-પ્રતિષ્ઠા ઉત્સવ નહોતો આરંભાયો ,
ત્યાર સુધી તો આ ઘર.. ઘર જ ન હતું

એ સમયની.. અમારા 'સ્વપ્ન-જિનાલયની' વાતોને
અમે કાવ્ય સ્વરૂપે અર્પણ કરીએ છીએ..
.................................................
Lyrics, Composition & Voice:
Jatin Bid

Music Arrangement:
Hitesh Udani

Backing Vocals:
DSP Group
.................................................
એક એક પળ મારી વિતી રહી છે, બસ આપની યાદમાં..
પાંપણ અમારી ભીની થઈ છે, બસ આપની યાદમાં..

વહેલી સવારે, મંગલ પ્રભાતે; દ્વાર ઉઘાડું, જયનાદ-કારે,
પૂજા તમારી, આનંદ વધારે; શાશ્વત પધારો, જિનજી વ્હારે,
દુનિયા અમારી બદલી ગઈ છે; બસ આપની યાદમાં..

આકર્ષ તારું આકર્ષી જાએ; લોચન અમારા અંજાઈ જાએ,
જે પલ તમારી પધરામણી હો; એ પલ અમારી આંખો ભિંજાએ,
ધીરજ અમારી ખૂટી રહી છે; બસ આપની યાદમાં..
.................................................
Synonyms:
| શાશ્વત = Permanent | વહારે = Helpfully | લોચન = Eyes |

Комментарии

Информация по комментариям в разработке