Shree Harililamrut Manglacharan (જન્મ્યા કૌશલ દેશ વેશ) | Ravi V | New Video Kirtan-2024

Описание к видео Shree Harililamrut Manglacharan (જન્મ્યા કૌશલ દેશ વેશ) | Ravi V | New Video Kirtan-2024

#kirtanlyrics
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
Enjoy & stay connected with us!
👉 Like us on Facebook :   / kirtanlyrics  
👉 Follow us on Twitter :   / kirtanlyrics  
👉 Follow us on Instagram :   / kirtanlyrics  
.....................
Song : Shree Harililamrut Manglacharan (Janmya Kaushal)
Singer : Chorus
Music : Ravi Vyas
Recording : Vyas Brothers Studio - Rajkot
Video Editing : Roshan Talaviya
Label : #KirtanLyricsChannel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
...................................
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લૈ તીર્થમાંહી ફર્યા,
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા;
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી,
અન્તર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી.

વંદું શ્રી હરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો,
કૃત્યાનો વળી કાળીદત ખળનો જેણે પરાજય કર્યો;
કીધાં બાલચરિત્ર અદ્‌ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ,
માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ.

વંદું શ્રી વરણીન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા;
દૈવીને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા;
હિમાદ્રિ પુરુષોત્તમાખ્ય પુરી જઈ શ્રી સેતુબંધે ગયા,
કાંચીથી ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા.

વંદું જે હરિ લોજમાંહી શીખવી અષ્ટાંગ યોગી કળા,
રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો જૈ પીપલાણે મળ્યા;
દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી,
સ્વામીએ ધુર સંપ્રદાય તણી તો જઈ જેતપુરે દીધી.

વંદું જે હરિએ પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો,
દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો;
ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દ્રષ્ટિએ,
લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધાં કૃપા દ્રષ્ટિએ.

વંદું જે હરિ દુર્ગપતન રહી ત્યાં ભૂપનાં ધામનાં,
સ્થાપી ઉત્તમ વાસુદેવ પ્રતિમા રંગે રૂડા શ્યામમાં;
સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પૂરે રહ્યા,
જેને આ જગમાંહી દુર્ગપુરના વાસી વિશેષ કહ્યા.

જેણે જેતલપત્તને મખ કર્યો લાચાર લોલંગરો,
કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો વૌઠે સમૈયો કર્યો;
જૈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો વૃત્તાલયે આવીને,
કીધા ઉત્સવ શ્રેષ્ઠ તેહ હરિને વંદું દિલે લાવીને.

જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચારજો સ્થાપિયા,
શિક્ષાપત્રી રચી સ્વધર્મ સહુના જુદા કરી આપિયા;
કીધો સુરતમાં વિજૈ વળી કર્યો વિવાહ રાજા તણો,
વંદું તે પ્રભુને અખંડ ઉરમાં ઉત્સાહ આણી ઘણો.

વૃતાલે કરી પુષ્પદોલ વિચર્યા ભાવાખ્ય પુરે હરિ,
ચૈત્રેથી ગઢડે રહ્યા વૃતપુરે જૈ કાર્તિકી ત્યાં કરી;
મુંબૈના પતિને મળ્યા નૃપગઢે, આચાર્ય હસ્તે વળી,
સ્થાપ્યા શ્રી રણછોડજી વૃતપુરે તેને નમું છું લળી.

આવ્યા અક્ષર મુક્ત ત્યાં સ્તવન તો કીધું હરિનું ઘણું,
ત્યારે ધામ વિષે સ્વયં વિચરવા લીધું ઉદાસીપણું;
દેહોત્સર્ગ કર્યો જણાય ન કર્યો પ્રત્યક્ષ દીઠા તદા,
લીલા અદ્‌ભુતકારી કૃષ્ણ હરિને વંદું સદા સર્વદા.
...................................
#Livekatha #Gharsabha #Nityaswarupdasji #Swaminarayankatha #Livekatha #લાઈવકથા #ઘરસભા #swaminarayankatha #સ્વામિનારાયણ #sardharkatha #નિત્યસ્વરૂપસ્વામી #રાત્રિકથા #newvidio #familysabha #nightkatha #ravisabha #રવિસભા #swaminarayandhun #swaminarayannonstopdhun #સ્વામિનારાયણધૂન #સ્વામિનારાયણકિર્તન #swaminarayankirtan #સરધારકથા #આસ્થા #aasthatv #aasthabhajan #aasthabhajanlive #આસ્થાભજન #livesatsang #satsanglive #સત્સંગ #સત્સંગલાઈવ #घरसभा #घरसभालाइव #sundaysabha #सत्संग #सतसंगलाईव #आस्थालाईव #आस्थाभजन #आस्थाभजनलाईव #सरधारकथा #Corona #Coronakatha
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #kundaldham #shangardarshan #Kundalmandir #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #sarangpurmandir #Sundarvarghanshyam #swaminityaswaruodasji #Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Swaminarayanyagna #Sardharyagna #Gopalanandswamibijmantra #Gopalanandswamimantrayagna

Комментарии

Информация по комментариям в разработке