Anubhavi Anand Ma || Anmol Khatri, Rushi Pandya || Ravi Vyas || અનુભવી આનંદમાં || Video Kirtan 2024

Описание к видео Anubhavi Anand Ma || Anmol Khatri, Rushi Pandya || Ravi Vyas || અનુભવી આનંદમાં || Video Kirtan 2024

#kirtanlyrics
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
Enjoy & stay connected with us!
👉 Like us on Facebook :   / kirtanlyrics  
👉 Follow us on Twitter :   / kirtanlyrics  
👉 Follow us on Instagram :   / kirtanlyrics  
.....................
Song : Anubhavi Anand ma Brahmaras na Bhogi (4 Pad)
Lyricist : Shree Muktanand Swami
Singer : Anmol Khatri & Rushi Pandya
Music : Ravi Vyas
Recording:- Vyas Brothers Studio - Rajkot
Video : Roshan Talaviya - mo. 9727228608
Label : #KirtanLyricsChannel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
......................................................................
પદ-૧
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે;
જીવનમુક્ત જોગિયા અંતર અરોગી રે...અનુ-૧
જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે;
મનનું કૃત્ય તે મન લગી અસત્ય માને રે...અનુ-૨
જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે;
તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે...અનુ-૩
જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે;
મુક્તાનંદ કહે ગુરૂમુખી તે સુખડાં માણે રે...અનુ-૪
પદ-૨
અનુભવીને આપદા અંતરથી ભાગી રે;
અંતરજામીને ઓળખ્યા તહાં લગની લાગી રે...અનુ-૧
ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે;
જગત જીવન જોઈને તીહાં બુદ્ધિ જાગી રે...અનુ-૨
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે;
તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે...અનુ-૩
અષ્ટ સિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે;
મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રે...અનુ-૪
પદ-૩
અનુભવીને અંતરે રહે રામ વાસે રે;
તે બોલે તે સાંભળે દૃષ્ટિ પ્રકાશે રે...અનુ-૧
જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે;
ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે...અનુ-૨
કેસરી કેરા ગંધથી કરિ કોટિ ત્રાસે રે;
તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાસે રે...અનુ-૩
હું ટળ્યે હરિ ઢુંકડા તે ટળાય દાસે રે;
મુક્તાનંદ મહા સંતને પ્રભુ પ્રગટ પાસે રે...અનુ-૪
પદ-૪
અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે;
પ્રીત કરી પરિબ્રહ્મ શું ભવમાં ન આવે રે...અનુ-૧
મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે;
પેલું પરઠે મોતને તે મુક્તાફળ પાવે રે...અનુ-૨
વેગે વહેતાં વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે;
તેમ ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે...અનુ-૩
(બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે;
એવાં મુક્તજનનાં ગુણ વેદ વખાણે રે...અનુ-૩)
કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે;
મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે...અનુ-૪
......................................................................
#Livekatha #Gharsabha #Nityaswarupdasji #Swaminarayankatha #Livekatha #લાઈવકથા #ઘરસભા #swaminarayankatha #સ્વામિનારાયણ #sardharkatha #નિત્યસ્વરૂપસ્વામી #રાત્રિકથા #newvidio #familysabha #nightkatha #ravisabha #રવિસભા #swaminarayandhun #swaminarayannonstopdhun #સ્વામિનારાયણધૂન #સ્વામિનારાયણકિર્તન #swaminarayankirtan #સરધારકથા #આસ્થા #aasthatv #aasthabhajan #aasthabhajanlive #આસ્થાભજન #livesatsang #satsanglive #સત્સંગ #સત્સંગલાઈવ #घरसभा #घरसभालाइव #sundaysabha #सत्संग #सतसंगलाईव #आस्थालाईव #आस्थाभजन #आस्थाभजनलाईव #सरधारकथा #Corona #Coronakatha
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #kundaldham #shangardarshan #Kundalmandir #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #sarangpurmandir #Sundarvarghanshyam #swaminityaswaruodasji #Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Swaminarayanyagna #Sardharyagna #Gopalanandswamibijmantra #Gopalanandswamimantrayagna

Комментарии

Информация по комментариям в разработке