Banaskantha : ગેનીબહેનનું પારિવારિક ઘર કેવું છે? તેમનાં માતા અને ભાઈએ શું કહ્યું?

Описание к видео Banaskantha : ગેનીબહેનનું પારિવારિક ઘર કેવું છે? તેમનાં માતા અને ભાઈએ શું કહ્યું?

#genibenthakor #gujarat #politics

ગેનીબહેનનાં માતા-પિતા આજે પણ ગામડાના એક સામાન્ય પરિવારની જેમ જ પોતાનું જીવન બનાસકાંઠાના અભાસણા ગામમાં વીતાવે છે. ત્રણેય ભાઈઓનાં અલગ-અલગ મકાન ખરા, પરંતુ માતા પિતા મુખ્યત્વે વાડીમાં બનાવેલાં તેમના ઘરમાં રહે છે.

ગેનીબહેનની જીત બાદ, બીબીસી ગુજરાતીએ તેમના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ખુલ્લી વાડીમાં બનેલું એક ઘર, જેમાં લીમડાની નાચે આરામ કરતા ગેનીબહેનના પિતા નાગાજી ઠાકોર, અને થોડેક દૂર ખાટલા પર ખેતીનું કામ કરીને આવેલા મેવાજી ઠાકોર નજરે પડે છે. પહેલી નજરે કોઈ ધારાસભ્ય કે સાસંદનું ઘર ન હોય તેવું આ સામાન્ય ઘર હતું.

ગેનીબહેનનાં એક બહેન અને ત્રણ ભાઈ છે. કુલ પાંચ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટાં છે. તેમના પિતા નાગાજી ઠાકોર કૉંગ્રેસના કાર્યકર્તા રહી ચૂક્યા છે, અને ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસ તેની ઊંચાઈ પર હતી ત્યારથી તેઓ કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. બીબીસીએ તેમની જ્યારે મુલાકાત લીધી તો જાણ્યું કે વધુ ઉંમર થઈ જવાને કારણે તેઓ કંઈ બોલી-સાંભળી શકતા નથી, પરંતુ તેમનાં પત્ની એટલે કે ગેનીબહેનનાં માતાએ અમારી સાથે વાત કરી.

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке