પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે🙏નીચે લખેલું છે🙏શ્રાદ્ધ પક્ષનું જોરદાર કિર્તન🙏Vibha Yashwant Vora

Описание к видео પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે🙏નીચે લખેલું છે🙏શ્રાદ્ધ પક્ષનું જોરદાર કિર્તન🙏Vibha Yashwant Vora

નીચે લખેલું છે : શ્રાદ્ધ પક્ષનું જોરદાર કીર્તન

પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે
ત્યાં કાંઈ બેઠા છે દ્વારકાધીશ

પીપળી દેવકી નો લાલો પોઢીયો રે
પોઢિયા વાસુદેવના કુલદીપ . . . પીપળો

પીપળે બલભદ્રના બાંધવ પોઢીયા રે
પોઢયા સુભદ્રાના વીર . . પીપળો

પીપળે ગોવાળિયાના ગોઠીયા પોઢીયા રે
પોઢયા સુદામા ના ભાઈબંધ. . . પીપળો

પીપળી રાધાજીના સ્વામી પોઢીયા રે
હે પોઢ્યા પોઢ્યા ગોપીઓના તારણહાર . . . પીપળો

પીપળે ડાકોરના ઠાકોર પોઢીયા રે
હે પોઢયા પોઢયા દ્વારકાધીશ . . . પીપળો

પીપળે બેઠા બેઠા વિચાર કરે રે
હવે મને મૃત્યુલોક માં ગમતું નથી
હવે મને સાંભર્યું છે વૈકુંઠધામ . . . પીપળો

એવી ધોર અંધારી રાતડી રે
ત્યાં કાંઈ બેઠા છે દ્વારિકાધીશ . . . પીપળો

પૂર્વ જન્મનું વેર લેવા આવીયો રે
બાણ ચડાવીને માર્યું છે તીર . . . પીપળો

તીર વાગ્યું પ્રભુજીની પાનીએ રે
તીર લીધા પ્રભુજીના પ્રાણ . . . પીપળો

પીપળે જે કોઈ પાણી રેડશે રે
એના પિતૃઓ ને તૃપ્તિ થાય . . . પીપળો

પીપળે જે કોઈ આંટા મારશે રે
એનાં જન્મો જન્મનાં પાપ જાય . . . પીપળો

પીપળે જે કોઈ દીવો પ્રગટાવશે રે
એના કુળનું અજવાળું થાય . . . પીપળો

પીપળો ગાય શીખે ને સુણે સાંભળે રે
એનાં થાય રે વૈકુંઠમાં વાસ . . .પીપળો
----------------------------------------------------------------------------------
#પીપળોપ્રભાસપાટણનોમનેસાંભરે
#નીચેલખેલુંછે
#શ્રાદ્ધપક્ષનુંજોરદારકિર્તન
#vibhayashwantvora
#piploprabhaspatannomanesambhare
#sradpakshnujordarkirtan
#nichelakheluche
#ગુજરાતીભજન
#gujaratibhajan
#satsangibhajan
#સત્સંગીભજન

----------------------------------------------------------------------------------

My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષ નું કિર્તન સંભળાવી રહી છું. .👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
-

Комментарии

Информация по комментариям в разработке