🌹ગોકુળ વહેલા પધારજો 🌹 લખેલું છે

Описание к видео 🌹ગોકુળ વહેલા પધારજો 🌹 લખેલું છે

ગોકુળ વહેલા પધારજો રે. (૨)

મથુરા જાવ તો મારા સમ હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે

વાલા મારે ગોકુળ મથુરા બે ગામડા રે
વચમાં જમનાજી ભરપૂર હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે

અક્રૂર આવ્યા હરીને તેડવા રે
રથડા છૂટ્યા નંદના દ્વાર હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે

મથુરા જાવ તો મારા સમ હો
ગોકુળ વહેલા પધારજો રે

મથુરામાં જાવા હરીને નહીં દઉં રે
નહીં તો જાશે મારા પ્રાણ હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે

મથુરામાં મામા ને મળતા આવજો રે
એ તો તમારું મોસાળ હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે

રાધાજી લઈને આંસુડા જીલતા રે
જાણે ભાદરવો ભરપૂર હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે

ગોકુળ વહેલા પધારજો રે...

વાલા મારા માધવદાસ ની વિનતી રે
અમને તેડી રમાડો રાસ હો રાજ
ગોકુળ વહેલા પધારો જો રે

મથુરા જાવ તો મારા સમ હો રાજ
ગોકુળ વહેલા પધારજો રે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan

Комментарии

Информация по комментариям в разработке