લોકવાર્તા:ભુચર મોરી-રજુઆત-દુલા કાગ | Bhuchar Mori-Folk Story By Dula Kag

Описание к видео લોકવાર્તા:ભુચર મોરી-રજુઆત-દુલા કાગ | Bhuchar Mori-Folk Story By Dula Kag

ઈ.સ.૧૫૯૧

સંવત સોળ અડતાલીસે, સાવન માસ ઉદાર,
જામ અજો સૂરપૂર ગયો, વદ સાતમ બુધવાર.



આ યુધ્ધ ધ્રોલ પાસે ભુચર મોરીના મેદાનમાં સં.૧૬૪૮ના શ્રાવણ મહિનાની સાતમ -આઠમના સમયે ખેલાયુ ત્યારે વરસાદ ચાલુ હતો.અત્યંત કાદવ કિચડ હતો અને સૈનિકોને ખાવા માટે રાંધવાનું કાઈ સુકુ બળતણ અનાજ વગેરે ન મળવાથી અકબરની ફોજનું પલ્લુ નબળુ પડી ગયેલ,તેઓને માટે આ વિસ્તાર અજાણ્યો હતો.આખરે યુધ્ધ પુરૂ થયુ.જામ સતાજીના કુંવર જામ અજાજી આ યુધ્ધ્માં વીરગતી પામ્યા.
જામ સતાજી પછી જામ જસાજી ગાદીયે આવ્યા અને દીલ્હીની ગાદી પર જહાંગીર(સલીમ) આવ્યો.સલીમ એક્વાર રસાલા સાથે ગુજરાત આવેલો ત્યારે જામ જસાજી તેને મહી નદીનાં કાંઠે તેની છાંવણીએ મળેલા અને ભેટ સોગાદો આપે-લે કરેલ.જેનો ઉલ્લેખ જહાંગીરનામામાં છે.મતલબ કે બીજી પેઢીએ શાંતિ સ્થપાઈ ગયેલ હતી.

Комментарии

Информация по комментариям в разработке