"ભોજા ભગત" ની વાણી કિર્તન કૈલાસ બેન જોષી

Описание к видео "ભોજા ભગત" ની વાણી કિર્તન કૈલાસ બેન જોષી

પ્રભુ કેમ સુતા છો સોડ તાણી મલક થયો ધુડ ધાણી
પ્રભુ આવલડી ઉંઘ કેમ આવે મલક થયો ધુડ ધાણી

કોઈ કહે આકાશે ચડી વીજળી
કોઈ કહે દરીયો સોઈ
બે ભારું થયા બાટુના
કણ કપાસિયા ને ખોયા મલક થયો ધુડ ધાણી
પ્રભુ કેમ સુતા...........

વાસરુ વલોખા કરે પારહુ ને પાઈ પાણી
કપાસિયા ખોળ ઓલી ભેંશ ને
ઓલ્યા બળધિયા લાવે હળ તાણી
મલક થયો ધુડ ધાણી
પ્રભુ કેમ સુતા.............

ઘેટાં બકરાં ચરે બોરડી ઇતો વળી બોવ છે શાણી
સાંઢિયા બધાય સૂઈ ગયા
એની લાંબી તે ડોક ને તાણી
મલક થયો ધુડ ધાણી
પ્રભુ કેમ સુતા............

કુવે કાદવ ઉમટ્યા નદિયે ખૂટ્યા નીર
માછલા બધા મરી ગયા
ઓલ્યા દેડકા બોલે તાણી તાણી
મલક થયો ધુડ ધાણી
પ્રભુ કેમ સુતા.........

ઘાચી ના ઘેરે બળધિયો અવતર્યો
એની ચાલ છે પોળી પોળી
પછી ખોળ નુ મૂક્યું તાગરું
ઇતો ઊભો તગારા ને ઢોળી
મલક થયો ધુડ ધાણી
પ્રભુ કેમ સુતા.........

બૈરા બેસી રહે પુરુષ ભરવા જાય પાણી
લાઝ કોઇ ની કાઢવી નહી
ઓલા ભોજા ભગતની વાણી
મલક થયો ધુડ ધાણી
પ્રભુ કેમ સુતા...........

Комментарии

Информация по комментариям в разработке