શબરી રટણ કરે છે સીતારામનુ (નીચે લખેલુ છે) - Ram bhakti song - Gujarati Kirtan 2023

Описание к видео શબરી રટણ કરે છે સીતારામનુ (નીચે લખેલુ છે) - Ram bhakti song - Gujarati Kirtan 2023

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  


#gujaratikirtan #godsong
#સત્સંગ #gujaratisong #mahilamandal
#ભક્તિકીર્તનસંગ્રહ #newsong #gujaratikirtan2023
#કીર્તન #gujaratikirtan #gurubhajans
#gurubhaktisong #prachin_bhajan #rambhakt
#siyaramjibhajan #satsang #rambhaktibhajan
#shabri #sitaramkirtan #shreeram


===== શબરી રટણ કરે છે સીતારામનુ =====

શબરી ભીલોની જાતમાં જનમિયા રે
એને પૂર્વ જન્મનું હતું જ્ઞાન
શબરી રટણ કરે છે સીતારામનું

દસ પંદર વર્ષના શબરી થયા રે
એના પિતાએ કર્યા સગપણ
શબરી રટણ કરે છે સીતારામનું રે

વિસ વિસ વરસના શબરીબાઈ થયા
એના પિતાએ લીધા છે લગન
શબરી રટણ કરે છે સીતારામનું રે

એના પિતાતો ગાડર બકરા લાવીયા રે
એને પૂર્યા છે વાળાની માય
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી એના દાદાજીને વિનવે રે
દાદા ગાડર બકરા લાવ્યા કેમ
શબરી રટણ કરે છે સીતારામનું રે

મારે મોટી તે જાન તેડાવવી રે
મારે હરખે કરાવા ભોજન
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી મનમાં મૂંજાયને વિચાર કરે
મારે કારણે પશુના જાશે જીવ
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી મધરાતે જાગીને હાલિયા રે
એતો આવ્યા છે વાળાની માય
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરીએ ગાડર બકરાને છોડી મૂકિયાં રે
પછી હાલી નીકળ્યા જંગલની માય
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી પંપા સરોવર પાડે આવ્યા રે
ત્યાં તો માતંગ ઋષિના દર્શન થાય
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી કર જોડીને એવું બોલિયાં રે
ગુરુ કરોને અમારો ઉદ્ધાર
શબરી રટણ કરે છે સીતારામનું રે

અન્ય રઘુવીર રામ એક ડી આવશે રે
રામ કરશે તમારો ઉદ્ધાર
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી ગુરુના વચનમાં હાલતા રે
એને રાખ્યો છે ગુરુમાં વિશ્વાસ
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી ચાખી ચાખી મીઠા બોર લાવતી રે
વાટ જોતી એતો સવાર સાંજ
શબરી રટણ કરે છે સીતારામનું રે

એક દી રામ ને લક્ષ્મણ આવિયા રે
શબરી જમાડે છે મીઠા મીઠા બોર
શબરી રટણ કરે છે સીતારામનું રે

રામે નવધા ભક્તિ શબરીને આપી રે
વાલે કર્યો છે શબરીનો ઉદ્ધાર
શબરી રટણ કરે છે સીતારામનું રે

જાતિ પાતી નથી હરિના દેશમાં
સૌની જ્યોતિમાં જ્યોતિ ભળી જાય
શબરી રટણ કરે છે સીતારામનું રે

શબરી ભીલોની જાતમાં જનમિયા રે
એને પૂર્વ જન્મનું હતું જ્ઞાન
શબરી રટણ કરે છે સીતારામનું રે



Album: શબરી રટણ કરે છે સીતારામનુ
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке