🏵️પહેર્યા પટોળા હરિ નામના 🏵️(લખેલું છે) મંજુબેન 6352384137

Описание к видео 🏵️પહેર્યા પટોળા હરિ નામના 🏵️(લખેલું છે) મંજુબેન 6352384137

મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
મારે જવું આ લખને દરબાર
મેં તો પહેર્યા પટોળા પ્રભુ નામના રે

મેં તો અન્નને જળ ઓછા કર્યા રે
મારે ભજનના આહાર
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે

હું તો શ્વાસે શ્વાસે સ્મરણ કરુ રે
રોમે રોમે થાય રણકાર
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે

અમે ભરેલી નિંદ્રા માંથી જાગ્યા રે
મને હરી પાડે છે સાદ
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે

મારે જગતનો વ્યવહાર નથી કામનો રે
મારે હરી ની સાથે હેત
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે

એવા પહેરી પટોળા ચાલ્યા રે
મને સંતોનો છે સંગાથ
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે

મારી સુરતા ગોતે મારા શ્યામને રે
મારી શ્યામની સાથે છે પ્રીત
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે

રામ શ્યામ ગુરુ નો મારો આશરો છે
મને ઉતારો ભવસાગર પાર
મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке