Dr. Ni Diary Episode-2 Dr. Ni Diary: "અલ્લાહ આપ કે બચ્ચે કો લંબી ઉંમ્ર દે !" By Dr. Sharad Thakar

Описание к видео Dr. Ni Diary Episode-2 Dr. Ni Diary: "અલ્લાહ આપ કે બચ્ચે કો લંબી ઉંમ્ર દે !" By Dr. Sharad Thakar

"૩૪ વર્ષ અગાઉ તે દિવસોમાં હું ખૂબ ચિંતિત હતો. મારી પત્નીની બીજી ડિલિવરી વખતે જન્મેલા મારા દિકરાની તબિયત ખૂબ નાજૂક હતી તેથી તેને ઇન્કયુબેટરમાં રાખેલો. તે સમયની પરિસ્થિતિ મુજબ અઠવાડિયા સુધી તેની સ્થિતિમાં કોઈ સુધારો જણાતો ન હતો. એટલે મારું તન, મન અને મગજ સતત તમારી પત્ની અને દિકરાના સ્વાસ્થ્યની સંભાળમાં તડપતું રહેતું. ત્યારે...

એ અવઢવમાં એક સાંજે જયારે હું મારી OPD પતાવીને મારા બીજા એક ડૉ. મિત્રના નર્સિંગ હોમમાં જવાની ઉતાવળમાં હતો. ને અચાનક મારી કાર પાસે લઘરવઘર હાલતમાં એક સ્ત્રી-પુરુષ આવીને ઉભા રહ્યાં....અને....

જાણીયે પછી આગળ શું બન્યું...આજના આ એપિસોડ-2માં.

- - - - -

આપ સૌએ વર્ષોથી મારી માનવીય સંવેદનાઓથી ભરપૂર એવી બે અતિ-પ્રસિદ્ધ થયેલી કૉલમ્સ 'ડૉક્ટરની ડાયરી' અને 'રણમાં ખીલ્યું ગુલાબ' દ્વારા મને વાંચ્યો, સાંભળ્યો, નવાજ્યો, પોંખ્યો અને સતત પ્રેમ આપ્યો છે.

શબ્દોથી તો આપ સૌની નિકટ રહ્યો જ છું. પણ હવે સોશિયલ મીડિયાના આ સુપર જમાનામાં આ ચેનલ દ્વારા આપ સૌની સમક્ષ વિડીયો-વાર્તાકથન (સ્ટોરી-ટેલિંગ) થકી 'લાઈવ' બની આવ્યો છું. એટલા માટે કે મારી પાસે હજુયે વર્ષો સુધી સતત ચાલે એટલી વાતો, ઘટનાઓ અને અનુભવોનું ભાથું વણવપરાયેલું રહ્યું છે. જેને હું એક વારસા...અરે ! એમ કહું કે મારી કાયમી યાદગીરી રૂપે મુકવા માંગુ છું.

બેશક ! વિશ્વાસ છે જ કે આપણે પહેલા જે રીતે કૉલમ્સ દ્વારા શબ્દોની વચ્ચે રહેલી સઁવેદનાઓને માણતા આવ્યાં છીએ, એ જ રીતે આ ચેનલ દ્વારા વાક્યોની વચ્ચે રહેલી ભિન્ન અને ભીની લાગણીઓની પણ મોજ માણીશું. અહીં સમયાંતરે આપ સૌને 'ડૉક્ટરની ડાયરી' અને 'રણમાં ખીલ્યું ગુલાબ'ના એપિસોડ્સ માણવા મળશે. જે માટે અલગ-અલગ પ્લે-લિસ્ટ બનાવવામાં આવ્યું છે.

આપ સૌનો આત્મીય મિત્ર,
શરદ ઠાકર.
- - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે. https://amzn.to/470RxmK

Комментарии

Информация по комментариям в разработке