Dr. Ni Diary Episode-1: જન્મદિવસ: બે નહિ પણ…ચાર ! By Dr. Sharad Thakar

Описание к видео Dr. Ni Diary Episode-1: જન્મદિવસ: બે નહિ પણ…ચાર ! By Dr. Sharad Thakar

આજથી 40 વર્ષ અગાઉ મારા જન્મદિવસે જયારે હું મારી વર્ષગાંઠની ઉજવણી માટે વતન તરફ જવાની ઉતાવળમાં હતો ત્યારે અચાનક એવી ઘટના બની, જેણે મને વિચારતો કરી મુક્યો કે 'આમ થવામાં કુદરતનો શું સંકેત હશે?

આજનો આ પહેલો એપિસોડ એક એવી જ ઘટના જણાવી રહયો છે જેને અનુભવ્યા બાદ આજે પણ કોઈ જ પ્રકારના એનાલિસિસમાં પડ્યા વિના માત્ર યાદ રાખી ખુશીનો થડકારો અનુભવું છું.

- - - :

આપ સૌએ વર્ષોથી મારી માનવીય સંવેદનાઓથી ભરપૂર એવી બે અતિ-પ્રસિદ્ધ થયેલી કૉલમ્સ 'ડૉક્ટરની ડાયરી' અને 'રણમાં ખીલ્યું ગુલાબ' દ્વારા મને વાંચ્યો, સાંભળ્યો, નવાજ્યો, પોંખ્યો અને સતત પ્રેમ આપ્યો છે.

શબ્દોથી તો આપ સૌની નિકટ રહ્યો જ છું. પણ હવે સોશિયલ મીડિયાના આ સુપર જમાનામાં આ ચેનલ દ્વારા આપ સૌની સમક્ષ વિડીયો-વાર્તાકથન (સ્ટોરી-ટેલિંગ) થકી 'લાઈવ' બની આવ્યો છું. એટલા માટે કે મારી પાસે હજુયે વર્ષો સુધી સતત ચાલે એટલી વાતો, ઘટનાઓ અને અનુભવોનું ભાથું વણવપરાયેલું રહ્યું છે. જેને હું એક વારસા...અરે ! એમ કહું કે મારી કાયમી યાદગીરી રૂપે મુકવા માંગુ છું.

બેશક ! વિશ્વાસ છે જ કે આપણે પહેલા જે રીતે કૉલમ્સ દ્વારા શબ્દોની વચ્ચે રહેલી સઁવેદનાઓને માણતા આવ્યાં છીએ, એ જ રીતે આ ચેનલ દ્વારા વાક્યોની વચ્ચે રહેલી ભિન્ન અને ભીની લાગણીઓની પણ મોજ માણીશું. અહીં સમયાંતરે આપ સૌને 'ડૉક્ટરની ડાયરી' અને 'રણમાં ખીલ્યું ગુલાબ'ના એપિસોડ્સ માણવા મળશે. જે માટે અલગ-અલગ પ્લે-લિસ્ટ બનાવવામાં આવ્યું છે.

આપ સૌનો આત્મીય મિત્ર,
શરદ ઠાકર.
- - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે. https://amzn.to/470RxmK

Комментарии

Информация по комментариям в разработке