New Gujarati Kirtan - શ્રીકૃષ્ણનો રણભૂમિમાં પોકાર(નીચે લખેલું છે) - Krishna with Arjun - Mahabharat

Описание к видео New Gujarati Kirtan - શ્રીકૃષ્ણનો રણભૂમિમાં પોકાર(નીચે લખેલું છે) - Krishna with Arjun - Mahabharat

#krishnakirtan #mahabharat_krishna #arjuna #mahilamandal #સત્સંગ #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratisong #newsong #કીર્તન #krishnasong #gujaratikirtan #bhajankirtan #satsang_bhajan #satsang_world

======== શ્રીકૃષ્ણનો રણભૂમિમાં પોકાર =======✓

આજ ધર્મના શંખ વાગીયા રે
કૃષ્ણ રણભૂમિમાં કરે છે પુકાર
આજ ધર્મના શંખ વાગીયા

ભીમ ભીષ્મના મોટા શંખ વાગીયા રે
અર્જુન કરી લેજો રણભૂમિમાં ધ્યાન
આજ ધર્મના શંખ વાગીયા

ધનુષધારીએ ધનુષ લીધા હાથમાં રે
કૃષ્ણ હાંકે અર્જુનનો રથ
આજ ધર્મના શંખ વાગીયા

ધનુષધારીએ બાણને ચડાવિયા
ત્યાં તો એકના એકવીસ બની જાય
આજ ધર્મના શંખ વાગીયા

મારા રથને મધ્યમાં પ્રભુ લાવજો રે
મારે કોની સાથે કરવાનું છે યુદ્ધ
આજ ધર્મના શંખ વાગીયા

સગા સબંધી દેખી અર્જુન નમીયા રે
અર્જુન નમ્યા છે ગુરુદેવને
આજ ધર્મના શંખ વાગીયા

ભીષ્મપિતા દેખીને અર્જુન નમીયા રે
અર્જુન મનમાં કરે છે વિચાર
આજ ધર્મના શંખ વાગીયા

વીરા કારણ દેખીને અર્જુન નમીયા રે
એ તો નમ્યા છે રણભુમીની માય
આજ ધર્મના શંખ વાગીયા

ભીષ્મપિતા દેખીને અર્જુન ધ્રુજીયા રે
એની આંખે આસુડાની ધાર
આજ ધર્મના શંખ વાગીયા

ધનુષધારીએ ધનુષ હેઠા મેલિયા રે
રથની પાછળ ઉભા રહી જાય
આજ ધર્મના શંખ વાગીયા

અર્જુન કેમ દુભાણુ તારું દિલડું
તને કેમ લાગ્યા મોહના બાણ
આજ ધર્મના શંખ વાગીયા

ભીષ્મપિતાએ મર્મ એનો જાણિયો
કૃષ્ણ અર્જુનને આપે ગીતા જ્ઞાન
આજ ધર્મના શંખ વાગીયા

વાલે વિરાટરૂપ ધારણ કર્યું રે
દર્શન આપે અર્જુનને નાથ
આજ ધર્મના શંખ વાગીયા

આ સર્વેને મરેલા તું જાણજે રે
તારે મારવાના નથી આમાં કોઈ
આજ ધર્મના શંખ વાગીયા

ભીષ્મપિતા કહે બાણ મને મારજે રે
મારા અંગમાં ભર્યું પાપિયાનું અન્ન
આજ ધર્મના શંખ વાગીયા

ભીષ્મપિતાને મોક્ષ વાલે અપિયો રે
તેને કરાવ્યા છે દિવ્ય દર્શન
આજ ધર્મના શંખ વાગીયા

ભવો ભવની તે ભક્તિ પ્રભુ આપજો રે
મને રાખજો ચરણની પાસ
આજ ધર્મના શંખ વાગીયા

આજ ધર્મના શંખ વાગીયા રે
કૃષ્ણ રણભૂમિમાં કરે છે પુકાર
આજ ધર્મના શંખ વાગીયા


Album: શ્રીકૃષ્ણનો રણભૂમિમાં પોકાર
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке